બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 જૂન 2020 (16:40 IST)

અનલોકથી અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોટસ્પોટ બનવાની દિશામાં અગ્રેસર

ગુજરાતમાં  અનલોક-1 લાગૂ કરવામા આવ્યા બાદ સતત કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં  અમદાવાદ શહેરમાં વ્યાપક અસર છે. અત્યારસુધી શહેરના મધ્યઝોનમાં આવેલા કોટ વિસ્તારને કોરોના હોટસ્પોટ માનવામાં આવતું હતું, પરંતુ 8 મેથી 10 જૂન સુધી કોટ વિસ્તારની તુલનાએ પશ્ચિમ ઝોનમાં વધારે કેસો નોંધાયા છે. પશ્ચિમ વિસ્તાર ધીરે ધીરે હોટસ્પોટ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.  8મેથી 10 જૂન સુધીના આંકડાઓ પર નજર ફેરવીએ મધ્યઝોનમાં આવેલા કોટ વિસ્તારમાં 415 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે તેની સરખામણીએ એ જ સમયગાળામાં પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કુલ 1016 કેસ નોંધાયા છે. 8 મેના રોજ મધ્યઝોનમાં આવેલા જમાલપુર, દરીયાપુર, અસારવા, ખાડિયા સહિતના અન્ય વોર્ડમાં કુલ મળીને 1348 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યારે એ જ દિવસે પશ્ચિમ ઝોનમાં આવેલા વિસ્તારોમાં કુલ્ર 364 કેસ જ નોંધાયા હતા.8 મેના રોજ મધ્યઝોનમાં 1348 કેસ નોંધાયા હતા. જ્યારે પશ્ચિમ ઝોનમાં 364, દક્ષિણ પશ્ચિમમાં 126 અને ઉત્તર પશ્ચિમમાં 110 કેસ નોંધાયા હતા. એવી જ રીતે 15 મેના રોજ મધ્યમાં 1213 કેસ નોંધાયા હતા. જ્યારે પશ્ચિમમાં 422, દક્ષિણ પશ્ચિમમાં 177 અને ઉત્તર પશ્ચિમમાં 114 કેસ નોંધાયા હતા. 22 મેના રોજ મધ્ય ઝોનમાં 1147 કેસ નોંધાયા હતા. જ્યારે પશ્ચિમ ઝોનમાં 523, દક્ષિણ પશ્ચિમમાં 196 અને ઉત્તર પશ્ચિમમાં 150 કેસ નોંધાયા હતા. 10 જૂને મધ્ય ઝોનમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. મધ્ય ઝોનમાં 415 કેસ નોંધાયા છે, જ્યારે પશ્ચિમના વિસ્તારોમાં કેસ વધ્યા છે. પશ્ચિમ ઝોનમાં 561, દક્ષિણ પશ્ચિમમાં 294 અને ઉત્તર પશ્ચિમમાં 205 કેસ નોંધાયા છે.