રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 13 માર્ચ 2020 (13:15 IST)

Corona Virus Effect-કોરોના વાયરસના સંક્રમણને કારણે IIMનો પદવીદાન સમારંભ રદ કરાયો

અમદાવાદ ખાતેની આઈઆઈએમનો પદવીદાન સમારંભ આગામી 21 માર્ચે યોજાવાનો હતો પરંતુ કોરોના વાયરસના સંક્રમણને કારણે આ સમારંભ રદ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત નોવેલ કોરોના વાઇરસને લઇને સરકારે અહેવાલ જાહેર કર્યો છે. જેમાં રાજ્યમાં કોરોનાના કુલ 65 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 63 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જ્યારે અન્ય 2 રિપોર્ટ આવવના બાકી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોના વાઇરસના ખતરાને ધ્યાને રાખી છેલ્લા 14 દિવસમાં ચીન, કોરિયા, ઇટાલી, ઇરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકારે આઇસોલેશન વોર્ડની પણ વ્યવસ્થા કરી છે. જેમાં મેડીકલ કોલેજમાં 392 બેડ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 171 બેડ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 9 બેડ સહિત કુલ 572 આઇસોલેશન બેડ રાખવામાં આવ્યાં છે. આ સિવાય 204 જેટલા વેન્ટિલેટર બેડ રાખવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોઇ પણ વ્યક્તિને કોરોના વાઇરસની અસર જણાય તો તરત 104 નંબર ડાયલ કરવો.