શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 11 મે 2020 (12:30 IST)

અમદાવાદમાં સુપર સ્પ્રેડરો મુદ્દે કુલ 18417 જેટલાં હેલ્થ કાર્ડ ઇસ્યુ કરાયાં

અમદાવાદ શહેરમાં હવે કોરોના વાઇરસનો ફેલાવો સુપર સ્પ્રેડરોના કારણે થતો હોવાને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તંત્ર દ્વારા શાકભાજીના ફેરિયાઓ અને કરીયાણા, મેડિકલની દુકાનધારકોનું મેડિકલ સ્ક્રિનિંગ કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનએ સાત ઝોનમાં કુલ 9623 શાકભાજીના ફેરિયાઓ અને 8794 દુકાનધારકો મળી કુલ 18417 જેટલાં હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે જ્યારે જિલ્લામાં 9 તાલુકામાં 965 શાકભાજી અને 1541 દુકાનધારકો મળી કુલ 2506 લોકોને હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનમાં રહેલા તમામ ફેરિયાઓનું 7 મેથી ઝોનની વોર્ડ ઓફિસમાં હેલ્થ સ્ક્રિનિંગ કરી અને હેલ્થ કાર્ડ આપવાનું શરૂ કરવામા આવ્યું છે જેમાં 9 મે સુધી 19000થી વધુ લોકોનું સ્ક્રિનિંગ કરી 9623 શાકભાજીના ફેરિયાઓ અને 8794 દુકાનધારકો મળી કુલ 18417 જેટલાં હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેઓ સ્વસ્થ છે અને જેમનામાં કોઈ લક્ષણ નથી તેઓને જ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. ફરીથી સ્ક્રિનિંગ બાદ તેઓને કાર્ડ આપવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં પણ શાકભાજી અને દુકાનધારકોના કારણે કેસો વધતા સ્ક્રિનિંગ અને હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જિલ્લામાં આવેલા અલગ અલગ 9 તાલુકામાં કુલ 2753 લોકોનું સ્ક્રિનિંગ કરી 965 શાકભાજી અને 1541 દુકાનધારકો મળી કુલ 2506 લોકોને હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યા છે.