રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 મે 2020 (14:03 IST)

247 દર્દીઓ હોમ આઈસોલેશનમાં-127 દર્દીઓને સમરસ હોસ્ટેલમાં તથા 73 દર્દીઓને હોટલમાં ટ્રાન્સફર કરાયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી કોવિડ 19 ડેડીકેટેડ 1200 બેડની હોસ્પિટલ તથા 500 બેડની ક્ષમતાવાળી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સંચાલિત કેન્સર હોસ્પિટલમાંથી ત્રણ દિવસમાં 465 દર્દીઓને અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. તેની સાથે સાથે 1 મેના દિવસથી કેન્સર હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. તેમાં પણ 500 બેડની ક્ષમતા છે. આ હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર બાદ સુધારો જણાતાં તેમજ અન્ય ક્રિટિકલ દર્દીઓનો ચેપ આ સ્વસ્થ થઈ રહેલા દર્દીઓને ન લાગે તે માટે સાવચેતીના ભાગરૂપે જરૂરિયાતને અનુરૂપ અન્યત્ર હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસમાં સમરસ હોસ્ટેલમાં 127 દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમજ 247 દર્દીઓને હોમ આઈસોલેશનમાં તેમજ 74 દર્દીઓને શહેરની સારવાર માટે જાહેર કરાયેલી વિવિધ હોટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જ્યારે નિકોલ સ્થિત તાપી હોસ્પિટલમાં 18 દર્દીઓને ટ્રાન્સફર કર્યાં છે. જેની દિવસ મુજબની વિગત તપાસીએ તો 2 મેના રોજ 208 દર્દી 3 મેના રોજ 127 દર્દી તથા 4 મેના રોજ 130 દર્દી મળી કુલ 465 દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. આમ 1200 બેડની હોસ્પિટલમાંથી 454 તથા કેન્સર હોસ્પિટલ માંથી 10 મળી કુલ 465 દર્દીઓને છેલ્લા ત્રણ દિવસમાં અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.