બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 એપ્રિલ 2020 (13:52 IST)

અમદાવાદમાં 5,220 ઔદ્યોગિક એકમો શરૂ થયા

અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 5220 ઔદ્યોગિક એકમો પૂર્વવત શરૂ થઇ ગયા છે. જેમાં કુલ 26969 કામદારો કામે પણ વળગી ગયા છે. શહેરી વિસ્તારમાં એક્સપોર્ટ સાથે સંકળાયેલા 549 એકમો શરૂ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં 3385 એકમોમાં કામકાજ ચાલુ થઇ ગયું છે. જીઆઇડીસી વિસ્તારમાં 1286 ઔદ્યોગિક એકમો શરૂ થયા છે. ઔદ્યોગિક એકમોમાં અવર-જવર માટે અત્યાર સુધીમાં કુલ 15690 પાસ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઇશ્યુ કરાયા છે.જરૂરી શરતોને આધીન ઔદ્યોગિક એકમો શરૂ કરવાની મંજૂરી અપાઇ છે. જેમાં કામદારોને સંપૂર્ણ સલામત વાતાવરણ પુરૂ પાડવા માટે માસ્ક, સેનેટાઇઝર, પરિવહન, ભોજન સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઇ છે.