દક્ષિણા આપવી. ભક્તિભાવ પૂરવ્ક દશામાનું વ્રત કરનારની સુખ્-શાંતિ અબે સમૃદ્ધિ જળવાઈ રહે છે.
વાર્તા-
સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણોજ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો. નગરની સમૃદ્ધિનો પાર ન હતો. રાજાની ગુણીયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી , પણ રાજા એની વાત કદી ન સાંભળતો.
એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણીએ કુતુહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો. ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું -
અમે દશામાનું વ્રત કરી એ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર, લઈ દસ ગાંઠ વાળવી . ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા... ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું... કેવી રીતે કરવું વગેરે જણાવ્યું.
દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કી કર્યું . એણે રાજાને આ વાત જણાવી તો અહંકરી રાજાને ના પાડી દીધી અને કહ્યું-
" આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે, આરે તોઘણી સાહ્યબી છે... ધન દોલત, નોકર ચાકર, બાગ-બગીચા , રાજ-પાઠ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે " . રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી. રાજાએ અહંકાર , ગર્વ અને અભિમ આનમાં ચકચૂર થઈને દશામા વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાઅં આવીને
એક જ શબ્દ કહ્યો. પડું છું...'
બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચઢી આવ્યો. આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે રાણી અને બન્ને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો. રાણી અનંગસેન આ મનમાં સમજે છે કે પોતાના પતિઓ કરેલ દશામા વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે.
ઘોર જંગલમાં રાજા-રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા-કાંકરા ભોંકાય છે. દુખ અને થકાનો પાર નથી. કુંવતો તરસ્યા થયા છે ? એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટ વાવમાં ઉતર્યો , તો દશામાએ અદૃશ્ય રહીને બન્ને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી. રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે. એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યાં એણે લઈ લીધા . હવે એ જ આપશે. રૂદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બન્નેના પગ ઘસડાય છે. પગમાં વેઢા-વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે . તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજ આને થયું કે હાશ , બે ઘડી વિસામો તો મળશે. પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલાં ફૂલો કરમાઈ ગયા.
વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે. તેથી માળી લાકડી લઈને રાજા-રાણીને મારવા દોડ્યો . રાજા-રાણી માંડ બચીને ભાગ્યાં.
જીવનથી હતાશ થઈ ગયેલા ભીખારી જેવી હાલતમાં બન્ને એક નગરમાં આવ્યાં. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનની સાંકળી મૂકી.
પણ સોનાની ગાગર પિતળની બની ગઈ. સુખડે ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળોનાગ નીકળ્યો.રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવુ ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે જ થયું છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાંજ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો, ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ ! સાત દિવસના ભૂખ્યાં છીએ . દયા કરીને એક ચીભડું આપ. ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી.
પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રિસઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજાને(અભયસેન) પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજા બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીનો હુક્મ આપી બંદીખાનામાં નાખી દીધો.
રાજા વગર વાંકે કેદ થયો . તેથી રાણી અનંગસેના પર દુખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી. લાકડાનો ભારો લઈ આવતી . એ વેચીને જે પૈસ મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટ્લે કે દિવાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામા વ્રતના દશે દસ સિવસ નકોરડા ઉપવાસ કર્યા. અને માની ભક્તિ કરી.
રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપનમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા-લહેર કરે છે સવારે પાછો આવી જશે.
સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી. એટલું જ નહી ખૂબ ધન પણ આપ્યું. રાજા-રાણી રથમાં બેસીને સુર્વણપુર આવવા નીક્ળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું . રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી. આગ્રહ કરીને ભાઈ-ભાભીને ઘેર લઈ ગઈ.
બે દિવસ રોકાઈને રાજા-રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી . જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઉભા છે. બન્ને કુંવરો એમની આંગળી પકડીને ઉભા છે. રાજા-રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું.
હે - રાજા " તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું . તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારૂ વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે .!
'મા..મા કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો 'મા .. હે મા કળયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહી શકે , માટે આવો કોપ કદી ન કરશો "
દશામા મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા "તારી વાત કબૂલ કરૂં છું . કળયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે , તેની દશા સદા સારી રહેશે! આમ કહી દશામા અદૃશ્ય થઈ ગયા.
રાજા-રાણી બન્ને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યાં. અભયસેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળ્વ્યું હતું રાજા-રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા
' હે દશામાં ! જેવા રાજા-રાણીને ફ્ળ્યાં, તેમ વ્રત કરનાર સર્વને ફળજો