બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (08:12 IST)

શનિદેવને ખુશ કરવા માટે શનિવારે શુ કરવુ અને શુ ન કરવુ ?

શનિવારે ઘણા કામોને કરવા અશુભ માનવામાં આવે છે અને તેનાથી શનિદેવ ગુસ્સે થાય છે. શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે, માટે આ દિવસે શનિદેવને ક્રોધિત કરવાની ભૂલ કરશો નહી. આજે અમે તમને કેટલીક એવી માન્યતાઓ વિશે જણાવીએ છીએ કે જેનું ધ્યાન તમે રાખશો તો શનિદેવ તમારાથી ક્યારેય નારાજ નહીં થાય.
 
સૌ પ્રથમ જાણીએ શનિવારે શુ ન કરવુ 
 
સરસિયાનું તેલ - શનિવારે સરસિયાના તેલની ખરીદી ના કરો. આ દિવસે તેલનું દાન કરવુ જોઇએ ના કે ખરીદવું જોઇએ.
 
લોખંડનો સામાન - શનિવારે લોખંડથી બનેલ સામાન કયારેય ખરીદવો નહીં. એવું માનવામાં આવે છે કે શનિવારે લોખંડનો સામાન ખરીદવાથી શનિદેવ નારાજ થઇ જાય છે. લોખંડનો સામાન ખરીદવાની જગ્યાએ લોખંડથી બનેલ વસ્તુઓ દાન કરવી જોઇએ. જેનાથી શનિદેવની કૃપા રહે.
 
મીઠુ - જો મીઠાની ખરીદી કરવી જ હોય તો પણ શનિવારના દિવસે ના કરો. માનવામાં આવે છે કે શનિવારે મીઠાની ખરીદી કરવાથી ઘરમાં દેવુ આવે છે.
 
નોનવેજ-દારૂ - શનિવારના દિવસે નોનવેજ-દારૂનું સેવન કરવું નહી. ભુલીને પણ આ વસ્તુનો ઉપયોગ કરશો નહી. જો આ વસ્તુઓનો ઉપયોગ શનિવારે કર્યો તો શનિદેવ તમારા પર ગુસ્સે થશે.
 
મસુરની દાળ - શનિવારના દિવસે મસુરની દાળ ખાશો નહી. કારણ કે મસુર સૂર્ય અને મંગળથી સંબંધિત છે તથા શનિનો તેની સાથે શત્રુવત સંબંધ છે. શનિવારે મસુરની દાળ ખાવાથી શનિ ઉગ્ર બને છે.
 
હવે જાણીએ કે શનિવારે કયા કામ કરવા જોઈએ 
 
-  શનિવારે રાઈના તેલમાં દીપ પ્રાગટ્ય કરવો જોઇએ. પણ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, દીપ તેમની પ્રતિમાની સામે નહી પરંતુ તેમની શિલા સામે રાખવું જોઇએ.
-  ઘરની આજુબાજુમાં જો શનિ મંદિર ન હોય તો પીપળના વૃક્ષ નીચે દીપ પ્રાગટ્ય કરવું જોઇએ. વહેલી સવારે તાજા દૂધ પણ તેમને અર્પણ કરી શકાય છે.
-  શનિવારના દિવસે ગરીબને રાઈના તેલનું દાન કરવું જોઇએ.
-  આ દિવસે કાળા ઉરદ અથવા કોઈ કાળી વસ્તુ શનિદેવને અર્પણ કરી શકાય છે.
-  તે પછી શનિ ચાલીસાનું પાઠ કરવું જોઇએ. છેલ્લે શનિ મંત્રનો જાપ કરવો જોઇએ.