આજે વરુથિની એકાદશી, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રતકથા
Varuthini Ekadashi 2021 - પંચાગ મુજબ 7 મે 2021 શુક્રવારને વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. આ અગિયારસ તિથિને વરુથિની એકાદશી કહે છે. વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. વૈશાખના મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા સાથે ભગવાન શિવની અને બ્રહ્માજીની પૂજાનુ પણ વિશેષ પુણ્ય બતાવ્યુ છે.
વરુથિની એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતા છે કે વરુથિની એકાદશી વ્રતને વિધિપૂર્વક પુર્ણ કરવાથી બધા પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જે લોકોના જીવનમાં મૃત તુલ્ય કષ્ત બનેલુ હોય છે તેમને આ વ્રત કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે અને કષ્ટ દૂર થાય છે.
વરુથિની એકાદશી શુભ મુહુર્ત
વરુથિની એકાદશી વ્રત - 7 મે 2021,શુક્રવાર
એકાદશી તિથિ શરૂ - 06 મે 2021ના રોજ બપોરે 02 વાગીને 10 મિનિટથી
એકાદશી તિથિ સમાપ્ત - 08ના રોજ સાંજે 05 વાગીને 35 મિનિટ પર
એકાદશી વ્રત પારણા મુહૂર્ત - 08 મે ના રોજ સવારે 05 વાગીને 35 મિનિટથી લઈને સવારે 08 વાગીને 16 મિનિટ સુધી