સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

તુલસી વિવાહની પૂજા વિધિ અને મહત્વ

tulsi vivah 2023
Tulsi Vivah- તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેવું જ ફળ મળે છે અને મોક્ષના દ્વાર ખુલે છે. આ ઉપરાંત તુલસીજી અને શાલિગ્રામની કૃપાથી લગ્નમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. વિવાહિત જીવનમાં પણ ખુશીઓ જળવાઈ રહે છે. 
 
- તુલસી વિવાહ માટે સૌથી પહેલા લાકડાના બાજોટ પર એક આસન પાથરો. 
- કુંડાને ઘેરુથી રંગી દો અને તુલસીજીને બાજોટ પર સ્થાપિત કરો.
- બન્ને બાજોટની ઉપર શેરડીથી મંડપ લગાવો. 
- હવે એક કળશમાં જળ ભરીને રાખો અને તેમાં પાંચ કે સાત કેરીના પાન લગાવીને પૂજા સ્થળ પર સ્થાપિત કરો. 
- પછી શાલિગ્રામ અને તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને કંકુ થી તિલ કરો. 
- તુલસી પર લાલ રંગની ચુનરી ચઢાવો. બંગડી, ચાંદલા વગેરેથી તુલસીનો શ્રૃંગાર કરો. 
- તે પછી કાળજી પૂર્વક બાજોટ સાથે શાલિગ્રામને હાથમાં લઈને તુલસીના સાત પરિક્રમા કરવી. 
- પૂજા પૂર્ણ થયા પછી તુલસી અને શાલિગ્રામની આરતી કરવી અને તેમનાથી સુખ સૌભાગ્ય ની કામના કરવી. 
સાથે જ પ્રસાદ બધામાં વહેંચવું. 
 
તુલસી વિવાહનુ મહત્વ 
માન્યતા છે કે તુલસી વિવાહ કરવાથી કન્યાદાનના સમાન ફળની પ્રાપ્તિ હોય છે. તેથી જો કોઈ વ્યક્તિની કન્યા ન હોય તો તેને તુલસી વિવાહ કરીને કન્યા દાનના પુણ્ય જરૂર કમાવવા જોઈએ. જે વ્યક્તિ વિધિ-વિધાનથી તુલસી વિવાહ કરે છે તેમને મોક્ષ પ્રાપ્તિના દ્વારા ખુલી જાય છે. સાથે જ તુલસી અને ભગવાન શાલિગ્રામના વિધિથી પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.