Vaishakh Month Upay: વૈશાખ મહિનામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, આર્થિક સ્થિતિમાં સુધારો થશે
વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે. આ સાથે આ મહિનામાં સનાતન ધર્મના ઘણા ઉપવાસ અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. જેના કારણે એવી ધાર્મિક માન્યતા છે કે વૈશાખ મહિનામાં કરવામાં આવેલા ધાર્મિક કાર્યોથી વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવાના આશીર્વાદ મેળવે છે.
તરસ્યાને જળ પીવડાવો - તરસ્યા લોકોને જળ પીવડાવવાનુ પુણ્ય કામ થાય છે. વૈશાખના મહિનામાં તરસ્યા લોકોને જળ પીવડાવવાનુ મહત્વ વધુ હોય છે. આ મહિને ગરમી પોતાના ચરમ પર હોય છે. જેને કારણે જળ પીવડાવવાનુ વધુ મહત્વ હોય છે. આ મહિનામાં તરસ્યાને પાણી જરૂર પીવડાવો. તમે તમારા ઘર, દુકાનની બહાર પ્યાઉ પણ લગાવી શકો છો. ધાર્મિક માન્યતાઓ મુજબ આ મહિનામાં પ્યાઉ લગાવનારા વ્યક્તિને વૈકુંઠ ધામમાં સ્થાન પ્રાપ્ત થાય છે.
પંખો દાન કરો - આ મહિને ગરીબ લોકોને પંખાનુ દાન કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં પંખો દાન કરવાથી વ્યક્તિના બધા પાપ કપાય જાય છે.
અન્નદાન - ધાર્મિક માન્યતા મુજબ અન્નદાન કરવાનુ પણ ખૂબ વધુ મહત્વ હોય છે, એવુ પણ કહેવાય છે કે આ સંસારમાં અન્નદાનના સમાન કોઈ અન્ય દાન નથી. આ મહિનામાં ગરીબ લોકોને અન્નદાન જરૂર કરો.
પાદુકા કે જૂતા- ચપ્પલનુ દાન કરો
આ મહિને ગરીબ લોકોને પાદુકા કે જૂતા - ચપ્પલનુ દાન કરવુ જોઈએ. ધાર્મિક માન્યતાઓ મુજબ આવુ કરવાથી બધા પ્રકારના દુ:ખ-દર્દથી છુટકારો મળે છે.
આ મહિનામાં પૂજા-પાઠનું વિશેષ ધ્યાન રાખો અને સૂર્યદેવને નિયમિત રીતે અર્ઘ્ય ચઢાવો.