રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 25 માર્ચ 2023 (17:52 IST)

9 દેવીઓની કથા - દેવી ભાગવતમાં અદ્ભૂત વર્ણન

devi durga ke nau swaroop
મા દુર્ગાના નવ સ્વરૂપ છે.  આ નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા કરીએ છીએ. નવરાત્રીમાં આ નવ દેવીઓની વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે. 
 
1) શ્રી કુમારિકા દેવી: ભગવાન શંકર અને પાર્વતીજીની કથા ખૂબ જાણીતી છે. પુરાણોમાં શ્રી કુમારિકા દેવીને ભગવાન શંકરનાં પત્ની પાર્વતીજીનું સ્વરૂપ ગણવામાં આવે છે. ગણપતિ અને કાર્તિકેય એ બે સંતાનો હોવા છતાં પાર્વતીજીનું કૌમાર્ય અખંડ જ રહ્યું હતુ જેથી પાર્વતીજીને જ શ્રી કુમારિકા દેવીનું સ્વરૂપ ગણવામાં આવે છે. યજ્ઞ કુંડમાંથી શકિત દેવીના અંશ રૂપ એક ક્ધયા ઉત્પન્ન થઈ હતી. આ ક્ધયાને એવી ઈચ્છા થઈ કે ભગવાન શંકર જ મારા પતિ હોવા જોઈએ જેથી ક્ધયા કુમારી જઈને કઠોર તપ કરી ઈચ્છિત મનોરથ પૂર્ણ કર્યાં. સર્વદેવો મુંઝવણમાં મૂકાઈ ગયા કે કુમારી ક્ધયા વગર બાણાસુરનો વધ કોણ કરશે?
 
કુમારી ક્ધયાના હાથે પોતાનો નાશ થવાનો છે. મૃત્યુ તેના હાથે જ છે. એ વાત કામાસકત અને વિષયાંધ બાણાસુર ભૂલી ગયો અને યુધ્ધ કરવામાટે તત્પર થયો. આખરે કુમારિકા દેવીના હાથે તેનો સંહાર થયો. કુમારિકા દેવીએ પોતાનું સ્થાન ત્યાંજ રાખ્યું જે ક્ધયાકુમારીકાના પવિત્ર તીર્થધામ તરીકે પ્રસિધ્ધ છે. આ કુમારિકા દેવીનું વાહન ‘મોર’ છે. આ પ્રકારની શ્રી કુમારિકા દેવીની પ્રતિકાત્મક કથા છે.
 
(2) શ્રી ત્રિમૂર્તિ દેવી: નવરાત્રીનાં દિવસો દરમ્યાન શ્રી ત્રિમૂર્તિ દેવીની આરાધના, ઉપાસના કરવાનો ઉલ્લેખ પુરાણોમાં છે. આ ત્રણેય દેવીઓની પ્રકૃતિના સત્વ, રજસ અને તપસ એ ત્રણ ગુણ સ્વરૂપ છે. જયારે બ્રહ્મ, વિષ્ણુ અને મહેશ એ ત્રરેય દેવો સ્ત્રી સ્વરૂપ બની ગયા હતા ત્યારે તેમણે પરમેશ્ર્વરી પરાશકિત ભવાની ભુવનેશ્ર્વરીને પ્રાર્થના કરી કે ‘હે જગત જનની, સ્ત્રીભાવને પામેલા અમને પુસષપણું અર્પીને આપના ચરણકમળની સેવા આપો’ ત્યારે આદિમાયા ભવાની ભુવનેશ્ર્વરીએ કહ્યું: ‘બ્રહ્મને સત્યરૂપે સરસ્વતી વિષ્ણુને રજસરૂપ લક્ષ્મી અને ભગવાન શંકરને તમસરૂપ કાલીએ ત્રણેય મહાદેવીઓ સોંપુ છું. તેમના સાથ-સહકારથી સૃષ્ટિના સર્જનનું, રક્ષણનું અને સંહારનું કાર્ય કરો. દેવીસરસ્વતી વિશ્ર્વમાં વિદ્યાફેલાવશે, લક્ષ્મીજી ઐશ્ર્ચર્યનું ભાન કરાવતી સુંદરતા પાથરશે અને કાલી અધર્મીઓને વિકરાળતાનો ખ્યાલ આપશે અને તેની ભયાનકતા દાખવી બનાવશે.
 
(3) શ્રી કલ્યાણીદેવી: મલયાચલને કલ્યાણી દેવીનું સ્થાન માનવામાં આવે છે. આ સ્થાનને માયાપુરી તરીકે ઓળખાવામા આવે છે. કદાચ, અત્યારે મદ્રાસ અને ધનુસ્કોરી વચ્ચે આવેલ ‘માયાવરમ’ નામે ઓળખાતું સ્થાન જ હશે એવી માન્યતા પ્રવર્તે છે.
 
શ્રી કલ્યાણીદેવીને ‘અભયાબિંકા’ દેવી પણ કહેવામાં આવે છે જગદંબા પરાશકિત અહોનીશ ભકતોને અભય આપનારા છે.અને આત્યંતિક કલ્યાણ કરનારા છે. પોતાના ભાવિક ભકતોને સહાય-અભય આપનાર અને કલ્યાણ કરનાર દેવી અધર્મનું ભક્ષણ અને ધર્મનું રક્ષણ કરી સારાય વિશ્ર્વનું કલ્યાણ કરી રહ્યાં છે. કલ્યાણી દેવીના બે સ્વરૂપ છે. શાંતસ્વરૂપે ધર્મનું રક્ષણ અને ઉગ્ર સ્વરૂપે અધર્મનો ધ્વંશ કરી સમગ્ર વિશ્ર્વનું કલ્યાણ કરી રહ્યાં છે. આમ અનેક સ્વરૂપે સદા સર્વદા એતો કલ્યાણી દેવી જ છે.
 
(4) શ્રી રોહિણી દેવી: નર્મદાજીના સહસ્ત્ર નામોમાં રોહિણીનું એક નામ છે. સપ્તર્ષિ પૈકીનાં અગ્નિઋષિના પુત્ર ચંદ્રમા સતીપત્નીની અનન્ય ભકિતથી પ્રસન્ન થઈ પવિત્ર નર્મદાજીના તટ પર ‘રોહિણી’ નામના તીર્થસ્થાનની સ્થાપના કરી પૂર્વજન્મના ખ્યાલ સાથે રોહિણીના અંતરની આ પ્રકારની ઈચ્છા હતી. પ્રસ્તુત પવિત્ર તીર્થમં જે સ્ત્રીઓ શકિતદેવીનું નિષ્ઠાપૂર્વક પૂજન કરે છે તેમની સર્વપ્રકારની મનોકામના પરિપૂર્ણ થાય છે. અને સાત જન્મ સુધી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પુરાણોમાં શ્રી રોહિણી દેવીને અણિમાદિના અક્ષર સ્વરૂપ અને અનંત શકિતના ભેદવાળા ગણવામાં આવેલ છે.
 
(5) શ્રી કાલિકા દેવી: સ્વભાવ અને ગુણ અનુસારશ્રી કાલિકા દેવીના બે સ્વરૂપો છે. એક સૌમ્ય અને બીજું ઉગ્ર પાર્વતી, ગૌરી, હિમવતી, જગન્માતા, ભવાની, ભુવનેશ્ર્વરી વગેરે તેમના સૌમ્ય રૂપ છે. અને દૂર્ગા, કાલિકા, ચંડી, ચંડિકા, ભૈરવી, મહાકાલી, કાલરાત્રિ વગેરે તેમના ઉગ્ર સ્વરૂપે શ્રી કાલિકા દેવી સમગ્ર વિશ્ર્વનું કલ્યાણ કરી રહ્યા છે એક હાથમાં ‘મહામાયા-મહાકાળીનું આ ભયંકર રૂપ પણ વંદનીય અને પૂજનીય છે. આદ્ય અને સનાતન શકિતરૂપમાં કાળી જેણે બ્રહ્મ, વિષ્ણુ અને મહેશને પણ શકિત અને સંહારક શસ્કત આપેલ છે. માયાવી અને મહાબળવાન અસુરોની સંહારક દેવી છે. મા કાલિકા કોઈનું બુરૂં કરાવી નથી માતા કાલિકા તો કરૂણાનિધાન છે. દયાનિધાન છે. તે મનુષ્યની શત્રુ નથી, એ શત્રુ છે દૂરાચારની, ભકતો શ્રી કાલિકા દેવીને પ્રસાદ તથા ફલ અર્પતા કરીને પોતાની જાતને કૃતાર્થ ગણે છે. તેમનો મહિમા અપરંપાર છે. પુત્ર અને માતા વચ્ચે જેમ પ્રેમ ભાવના છે. તેજ રીતે ભાવિક ભકતો આ ભગવતી મહામાયા કાલિકાદેવીને માતારૂપે ભજે છે. જનની તીર્થ સ્વરૂપ છે. ધરતીનું ઋણ છે, તેમના પૂણ્યથી ધરતી માતા ટકે છે.
 
(6) શ્રી ચંડિકા દેવી: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મુખમુદ્રામાંથી જે પ્રકાશ પુંજ પ્રગટ થયો અને તેમાંથી જે આદ્યશકિતનું સ્વરૂપ પ્રાદુર્ભાવ પામ્યું તે ચંડિકા દેવી છે. ચંડિકા સ્વરૂપ શ્રી કાલી પાર્વતીજીના ઉગ્ર સ્વરૂપો માંહેનું એક સ્વરૂપ છે. અને તેમણે અસુરોનો સંહાર કર્યો છે. અસુરોના સંહાર અર્થે એમણ અનેક શકિતઓ કરી હતી, જે જુદાજુદા નામે ઓળખાય છે. મહિષાસૂર અને દાનવોનો ધ્વંશ થવાથી જગતમાં આનંદ વ્યાપી ગયો હતો અને ઋષિમૂનિઓએ મહાશકિત ચંડિકાની સ્તુતિ કરી અને સાત્વિક ભાવે પૂજનકર્યું ત્યારે આ ભદ્રકાલીએ અભયદાન દીધું કે, જયારે જયારે જગતમાં આસુરી તત્વો ઉત્પન્ન થશે. ત્યારે હું તેમનો ધ્વંશા કરીશ. પરાશકિત અને સર્વ પૂજય કરતા વધીને અન્ય કોઈપણ નથી. અગુણ અને નિર્ગુણ સ્વરૂપા ચિન્મયીપરાશકિત જ પૂજનીય છે. અને ત્યાર પછી આ મહાદેવી અંબિકાએ અનેક સ્વરૂપો ધારણ કરી તેમજ ઉગ્ર સ્વરૂપી છે. દુષ્ટોના સંહારક છતાં ભકતોને માટે તો શ્રી ચંડિકા દેવી મંગલમયી દેવી જ બની રહ્યા છે.
 
(7) શ્રી શાંભવી દેવી: માતા પાર્વતી એજ શાંભવી દેવી કહેવાય છે. નાગાધિરાજ હિમાલયના પુત્રી તરીકે જન્મ ધારણ કરી ભગવાન શંકરને પ્રાપ્ત કરવા ઉગ્ર તપસ્યા કરનાર પાર્વતીજી સતીધર્મના પ્રતિકરૂપ છે. સતી સ્ત્રી માટે સંકટ એ તો સફળતાની સીડી છે. સંકટ વિના સિધ્ધિની સાંકળ ઉઘડી શકતી નથી. શ્રી શાંભવીદેવીએ પોતાના તપ અને સતીત્વના પ્રભાવે જીવન સૌરભ સર્વત્ર પ્રસરાવીને સમાજને કંઈક આપ્યું છે. શાંભવી દેવીનું ઐશ્ર્ચર્ય આંકીએ તેટલું ઓછું છે નવરાત્રીમાં તેમનું પૂજન ઉતમફળ આપનાર ગણાય છે.
 
અગિયાર રૂદ્રોમાં શ્રી શંભુની ગણતરી થાય છે. ઐહિક અને સાંસારિક સુખ જે તત્વોમાંથી ઉત્પન્ન થાય છે. તેના નિર્માતા છે. શંભુ અને તેમના પત્ની પાર્વતીજી અર્થાત પાર્વતીજીએજ શાંભવી પાર્વતીજી સતીધર્મના પ્રતીકરૂપે છે.
 
(8) શ્રી દૂર્ગાદેવી: દર્ગમ અસુરોનો ધ્વંશ કરી જગતનું કલ્યાણ કરનાર પાર્વતીજીનું એક સ્વરૂપ ‘દુર્ગા’ તરીકે પણ ઓળખાય છે. આ દુર્ગતિનાશિની દેવી દૂર્ગાના શરણે જે કોઈ આવે છે તેની દૂર્ગતિ થતી નથી. દર્ગભ દૈત્યનો સંહાર કરીને જગતનું કલ્યાણ કર્યું એટલે ‘દુર્ગા’ કહેવામાં આવે છે, તે ભકતોના સંકટોને દૂર કરનારી દયાળુ દેવી છે. મા દુર્ગાની સેવા ઉપાસનામાં જ સર્વનું કલ્યાણ છે. મા દુર્ગાનો મહિમા અપરંપાર છે.
 
(9) શ્રી સુભદ્રાદેવી: સુભદ્રાજી ભગવાન શ્રીકૃષ્ણ તથા શ્રી બળદેવજીના બહેન અને અર્જુનના પત્ની હતા. તેઓ પણ શકિતનું એક સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણે યુકિત, પ્રયુકિત કરીને બળ દેવજીની ઈચ્છા વિરૂધ્ધ અર્જુનના લગ્ન સુભદ્રાજી સાથે કરાવી આપ્યા હતા સર્વ અમંગલોનો નાશ કરી ભકતોનું ‘ભદ્રા’ એટલે કલ્યાણ કરનારા છે તે શ્રી સુભદ્રા દેવીની પૂજા કરવી જોઈએ. અશુભ વિનાશિની ભગવતી સુભદ્રાને 4 વંદન કરવા જોઈએ. જગનાથપુરીમાં બિરાજેલ શ્રી સુભદ્રાજીનું દેવી તરીકે પૂજન થાય છે. શ્રી પુરૂષોતમ ભગવાન અને શેષનાગના અવતાર બલભદ્રજી સાથે સુભદ્રાજીની ભાવવાહી મૂર્તિ વિદ્યામાન છે.