સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (08:32 IST)

શુક્રવારે માતાનો લક્ષ્મીનો આ ઉપાય તમારા ઘરમાં ઘન સંપત્તિમાં બરકત લાવશે

શુક્રવાર નો દિવસ મા લક્ષ્મીનો દિવસ ગણવામાં આવે છે.જે આ દિવસે કોઈ પણ તેમની પૂજા કરે છે અથવા ધ્યાન કરે છે.તેમની મનોકામનાઓ જલ્દી પૂર્ણ થઇ જાય છે. જો તમે આ દિવસે લક્ષ્મી માતા નું સાચા હ્રદય થી પૂજન-અર્ચન કરો તો તમારા ઘર માં સાક્ષાત લક્ષ્મી માતા નો વાસ થાય છે અને તમારું ઘર સુખ-શાંતિ થી પરિપૂર્ણ રહે. લક્ષ્મી માતા ને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રો માં ચમત્કારિક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે આવો જાણીએ આ ઉપાયો 
 
-  શુક્રવારના દિવસે સફેદ વસ્ત્રો પહેરીને માતા લક્ષ્મીની તસવીર સામે શ્રીસુક્તનો પાઠ કરો અને કમળનાં ફૂલ અર્પણ કરો.જેનાથી થોડા દિવસોમાં ઘરમાં પૈસાની આવક થશે.અને જૂના દેવાથી પણ છૂટકારો મળી જશે.
 
- જો તમે પણ આર્થિક સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો શુક્રવાર ના દિવસે ઘર ના પૂજાસ્થળ માં લક્ષ્મી માતા ની સ્થાપના કરો અને તેમની પ્રતિમા સામે ગાય ના ઘી નો દીપક પ્રજ્વલિત કરવો જેથી , તમારી આવક માં વૃધ્ધિ થશે.
 
- લક્ષ્મી માતા ને મોગરો અતિપ્રિય હોય છે જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ને મોગરા નું અતર અથવા તો લાલ જાસૂદ અને ગુલાબ અર્પિત કરો તો માતા લક્ષ્મી ની કૃપા તમને ફળશે. આ ઉપરાંત જો તમે કેવડો અથવા તો કેવડા નું અતર માતા લક્ષ્મી ને અર્પિત કરો તો ઘર માં સુખ-શાંતિભર્યો માહોલ બન્યો રહે છે તથા તમને માનસિક શાંતિ પ્રદાન થાય છે.
 
-  શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરમાં શંખ,કેરી,કમળ,અર્પણ કરવા જોઈએ.શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સંપત્તિ અને સંતાન આવે છે.લક્ષ્મી માતા સારા નસીબ સાથે સારું આરોગ્ય પ્રદાન કરે છે.
 
- જો આપ સંતાનની ઈચ્છા ધરાવતા હોય શુક્રવારે આ દંપતીએ  ઘરમાં હરસીંગારનો રોપ ઉગાડવો.જેનું જતન એક સંતાન જેવું કરવું.ઘરે તુલસીના છોડને રોપો અને તેની નિત્ય પૂજા કરો.સફેદ ચંદનનું તિલક કરો
 
- આ સિવાય જો તમે શુક્રવાર ના દિવસે ૧૧ આખા લવિંગ ને પીળા કપડાં માં બાંધીને રસોઈઘર ના પૂર્વ દિશા માં એક ખૂણા માં બાંધી દેશો તો તમારા ઘર માં ક્યારેય પણ ધ ની ઉણપ સર્જાતી નથી. તેમના અન્ન ના ભંડાર ક્યારેય પણ ખૂટતા નથી.
 
- આ ઉપરાંત ઉપરોક્ત ઉપાય અજમાવતા સમયે લક્ષ્મી માતા ના આ દિવ્ય મંત્ર નું મંત્રોચારણ કરવું જેથી લક્ષ્મી માતા ની કૃપા સદાય તમારા પર બની રહે. આ દિવ્ય મંત્ર આ મુજબ છે. 
 
|| ૐ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લક્ષ્મી વાસુદેવાય નમઃ ||