Shanishchari Amavasya : શનિ અમાવસ્યા કાલે, શનિની સાઢેસાતીથી પીડિત લોકો જરૂર કરો આ કામ
Shanishchari Amavasya. હિન્દુ પંચાગના મુજબ, અષાઢ અમાવસ્યા 9 જુલાઈ 2021, દિવસ શુક્રવારથી સવારે 5 વાગીને 16 મિનિટ પર શરૂ થઈ ગઈ છે. અમાસ તિથિ 10 જુલાઈના રોજ 7 વાગ્યા સુધી રહેશે. પણ તેનો પ્રભાવ 10 જુલાઈના રોજ આખો દિવસ જ માનવામાં આવશે. તેથી આ વખતે બે દિવસ અમાસ ઉજવાશે. આજે અમાવસ્યા છે અને આવતી કાલે શનિવારના દિવસે અમાસ હોવાથી શનિશ્ચરી અમાસ ઉજવાશે.
આજના દિવસે હળ અને બળદની પૂજા કરવામાં આવે છે. આવતીકાલે શનિશ્ચરી અમાવસ્યા ઉજવાશે. શનિવારના દિવસે અમાસ તિથિ હોવાને કારને તેને શનિશ્ચરી અમાસ કહે છે. આ દિવસે દાન અને સ્નાનથી જીવનના બધા પાપ દૂર થાય છે. આ તહેવાર પર પિતૃ પૂજા કરવાથી પરિવારની વય અને સુખ સમૃદ્ધિ પણ વધે છે.
આ દિવસે સ્નાનનુ ખૂબ વધુ મહત્વ છે. પવિત્ર નદીઓ કે તેમનુ જળ ઘરના પાણીમાં મિક્સ કરી સ્નાન કરવાથી જાણતા અજાણતામાં થયેલા પાપ પણ ખતમ થઈ જાય છે. આ માહિતી આપતા પંડિત કેદાર નાથ મિશ્રાએ જણાવ્યુ આ દિવસે સૂર્યોદયથી પહેલા જ ન્હાવુ જોઈએ. દાન કરવાનો સંકલ્પ લો. ગરીબને તેલ, જૂતા-ચપ્પલ કપડા, લાકડીનો પલંગ, કાળી છત્રી, કાળા કપડા અને અડદની દાળ દાન કરવાથી કુંડળીનો શનિ દોષ સમાપ્ત થઈ જાય છે. જે લોકો પર શનિની સાઢેસતી ચાલી રહી છે તેમને સરસવના તેલમાં પોતાનો પડછાયો જોઈને દાન કરવુ જોઈએ. દરવાજા પર કાળ ઘોડાની નાળ લગાવો અને કૂતરાને રોટલી ખવડાવો અને સાંજે પશ્ચિમની તરફ તેલનો દિવો પ્રગટાવો. 'ૐ શં શનૈશ્ચરાય નમ: મંત્ર વાંચતા પરિક્રમા કરવાથી લાભ થાય છે.