Shani Jayanti 2024: સૌભાગ્યથી સમૃદ્ધિ સુધી બધુ અપાવશે શનિ, બસ આજે શનિ જયંતે પર કરી લો આ 5 કામ
Shani Jayanti 2024: શનિ જયંતિ દર વર્ષે જેઠ મહિનાની અમાવસ્યા તિથિએ ઉજવાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે શનિ દેવનો જન્મ થયો હતો. અ અ દિવસે શનિદેવને પ્રસન્ન કરવાથી જીવનની અનેક પરેશાનીઓ દૂર થાય છે. આ સાથે જ જે લોકો શનિની સાઢેસાતી, ઢૈય્યાથી પરેશાન છે તેમને પણ આ દિવસે કેટલાક કાર્ય કરીને વિશેસ લાહ પ્રાપ્ત થઈ શકે છે. આવો આવામાં જાણીએ કે શનિ જયંતિના દિવસે કયા કાર્યોને કરવાથે શનિ કૃપા તમને પ્રાપ્ત થશે.
શનિ જયંતિ પર કરો આ કામ મળશે આશીર્વાદ
શનિદેવ એ લોકોથી ખૂબ પ્રસન્ન થાય છે જે વડીલોની સેવા કરે છે. તેથી શનિ જયંતિના દિવસે તમારે તમારા ઘરના મોટા લોકોની સેવા તો કરવી જ જોઈએ સાથે જ કોઈ વૃદ્ધ આશ્રમમાં જઈને પણ તમે કશુ દાન કરી શકો છો. આવુ કરવાથી મોટાઓનો આશીર્વાદ તો તમને મળે જ છે સાથે જ શનિદેવ પણ પ્રસન્ન થાય છે.
આ દિવસે જો તમે કોઈ શનિ મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરો છો અને ત્યારબાદ ગરીબ લોકોને તમારા સામર્થ્ય મુજબ દન કરોછો તો તમારા જીવનની બધી અડચણો દૂર થઈ શકે છે. આવુ કરવાથી શનિ સાઢેસાતી, ઢૈય્યા અને મહાદશાનુ ખરાબ ફળ પણ ઓછુ થઈ જાય છે.
શનિ જયંતિના દિવસે કાળી ગાયની સેવા કરવી અને તેને રોટલી ખવડાવવી શુભ માનવામાં આવ છે. આવુ કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવે છે અને શનિના ખરાબ પ્રભાવોથે પણ તમને મુક્તિ મળે છે. જો ગાય ન હોય તો કૂતરાને પણ તમે રોટલી ખવડાવી શકો છો. આ સાથે જ આ દિવસે પક્ષીઓને દાણા પાણી પણ જરૂર નાખવા જોઈએ.
- આ દિવસે તમારે શનિદેવની પૂજા કરવી જોઈએ સાથે જ હનુમાન ચાલીસાનુ પણ પાઠ કરવો જોઈએ. એવુ માનવામાં આવે છે કે જો તમે શનિ જયંતિના દિવસે હનુમાનજીની પૂજા કરો છો તો પણ શનિ તમને શુભ ફળ આપે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શનિદેવ હનુમાનજીના ભક્તો પર ક્યારેય ખરાબ નજર નથી નાખતા.
શનિ જયંતિના દિવસે તમારે કોઈપણ સમયે એકલા બેસીને શનિ મંત્રોનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે શનિદેવના મંત્રોનો જાપ તમને માનસિક સંતુલન પ્રદાન કરે છે. આ મંત્રોના જાપ કરવાથી તમે જીવનની ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ મેળવી શકો છો. આ સાથે જ મંત્રોના જાપથી ધૈયા અને સાદેસતીની પ્રતિકૂળ અસર પણ ઓછી થાય છે.
શનિમંત્ર
ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः
ॐ शं शनिश्चरायै नमः
ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम। छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥