મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Roti In Hindu Dharm: આ 5 અવસર પર ઘરમાં રોટલી બનાવવી છે અશુભ, ક્યાક તમે તો નથી કરતા આ ભૂલ

Roti In Hindu Dharm: ભારતમાં દરેક ઘરમાં ભૂખ સંતોષવા માટે રોટલીનું સેવન કરવામાં આવે છે. કહેવાય છે કે રોટલી વગર વ્યક્તિનુ ભોજન અધુરુ છે.  સામાન્ય રીતે લોકો ઘઉં, મકાઈ કે  કટ્ટુના લોટની રોટલી ખાવાનું પસંદ કરે છે. શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં એવા પણ  કેટલાક દિવસો  હોય છે જ્યારે રોટલી બનાવવાની મનાઈ છે. હા મિત્રો સનાતન ધર્મમાં એવા ઘણા પ્રસંગો છે જ્યારે ઘરમા રોટલી ન બનાવવી જોઈએ. તો ચાલો જાણીએ એ દિવસ વિશે માહિતી  
 
1 મૃત્યુ  - શાસ્ત્રોના વિશેષજ્ઞનુ કહેવુ છે કે ઘરમાં કોઈનુ મૃત્યુ થઈ જાય તો રોટલીઓ સેકવી સારુ મનાતુ નથી. આવા ઘરમાં તેરમાના સંસ્કાર પછી જ રોટલી બનાવાય છે.  એવુ કહેવાય છે કે તેરમા પહેલા રોટલી બનાવવાથી મૃત માણસના સૂક્ષ્મ શરીર પર ફોલ્લા પડી જાય છે. 
  
2. નાગપંચમી - શાત્રો મુજબ નાગપંચમીના દિવસે પણ રોટલી બનાવવાથી પરેજ કરવુ જોઈએ.  આ દિવસે ખીર, પુરી અને શીરા જેવી વસ્તુઓ બનાવવી અને ખાવી જોઈએ. ઉલ્લેખનીય છે કે નાગપંચમીના દિવસે સગડી પર તવો  મુકવામાં આવતો નથી કારણ કે તવો નાગના ફનનુ પ્રતિરૂપ હોય છે. તેથી નાગપંચમી પર તેને અગ્નિ પર ન મુકવો જોઈએ. 
 
3. શીતળાષ્ટમી - શીતળાષ્ટમી પર શીતળા માતાની પૂજાનુ વિધાન છે. આ દિવસે માતાને વાસી ખાવાનો ભોગ લગાવાય છે અને તેને જ ખાવામાં આવે છે. શીતળા સાતમ પર સૂર્યોદય પહેલા જ માતાને વાસી ખોરાકનો ભોગ લગાવાય છે અને તેને જ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. 
 
4. શરદ પૂનમ -  શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કલાઓ સાથે ખીલે છે.  એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાની સાંજે ખીર બનાવીને ચાંદનીમાં મુકવામાં આવે છે અને બીજા દિવસે સવારે તેનું સેવન કરવામાં આવે છે. આ દિવસે ચાંદનીમાં મુકેલી ખીર ખાવાની પરંપરા હોવાથી ઘરમાં રોટલી બનાવવામાં આવતી નથી.
 
5. માતા લક્ષ્મીનો તહેવાર - શાસ્ત્રોના માહિતગાર કહે છે કે માતા લક્ષ્મી સાથે સંબંધિત તહેવારોના દિવસે ઘરમાં રોટલી નથી બનાવાતી. તેમાથી એક તહેવાર દિવાળીનો પણ છે. દિવાળીબા દિવસે તમે સાત્વિક ભોજન, પુરી અને મીઠાઈનુ સેવન કરી શકો છો. પણ આ દિવસે ઘરમાં રોટલી ખાવાથી બચવુ જોઈએ.