રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 24 ઑક્ટોબર 2018 (17:47 IST)

Hindu Dharm - પૈસાની તંગી દૂર કરવા ગુરૂવારે કરો આ ઉપાય

જ્યોતિષશાસ્ત્રના મુજબ શુક્ર અને ગુરૂ ધન અને ભૌતિક સુખ પ્રદાન કરે છે. બૃહસ્પતિવારના દેવ ભગવાન વિષ્ણુ અને શુક્રવારની દેવી માં લક્ષ્મીનુ પૂજન કરીને તેની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. જો કોઈને ધન સંબંધિત પરેશાની થાય તો તેમને ગુરૂવારે અને શુક્રવારે દિવસે પૂજા કરીને દૂર કરી શકાય છે. 
 
- ગુરૂવારે સવારે ન્હાયા પછી ઘી નો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુની પૂજા અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. 
 - ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુના પૂજનમાં ચણાની દાળ અને ગોળને અર્પિત કરો. ધન સંબંધી પરેશાનીયો દૂર થઈ જશે. 
- ગુરૂવારે કે શુક્રવારના દિવસે કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને સુહાગ સામગ્રીનુ દાન કરવુ શુભ ફળ પ્રદાન કરે છે બીજી બાજુ મા લક્ષ્મી ખુશ થાય છે. 
- લાલ કિતાબ મુજબ ગુરૂવારે પીળા રંગના કપડા પહેરવા અને માથા પર પીળુ ચંદન અથવા કેસરથી તિલક કરવાથી ગુરૂના શુભ ફળમાં વધારો થાય છે. 
- ગુરૂવારના દિવસે કોઈને ઉધાર આપવુ અને લેવુ શુભ નથી માનવામાં આવતુ. આ દિવસની કમાણીથી પ્રાપ્ત ધન ઘરે આવવુ શુભ છે પણ બહાર જવુ સારુ નથી. 
- ધન પ્રાપ્તિ માટે ગુરૂવારે અને શુક્રવારના દિવસે શ્રી સૂક્તનો પાઠ કરો. 
- સેકેલા ચણા, પૌઆ ચોખાનું સેવન ગુરૂવારે ન કરો. શનિવારના દિવસે આ ખાવુ લાભકારી હોય છે. 
- માતા-પિતા અને વડીલોનુ અપમાન ન કરો. તેમના આશીર્વાદ લેવાથી ગુરૂના શુભ ફળની પ્રાપ્તિ થાય છે.