રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 19 માર્ચ 2024 (18:03 IST)

Rangbhari Ekadashi 2024: રંગભરી એકાદશી પર ન કરશો આ કામ, નહી તો જીવનમાં આવશે અનેક પરેશાનીઓ

amalaki-ekadashi-
રંગભરી એકાદશી 20 માર્ચના રોજ છે 
આ દિવસે કેટલાક કાર્ય ન કરવા જોઈએ 
એકાદશી તિથિ પર ચોખાનુ સેવન વર્જિત છે 
 
  Rangbhari Ekadashi Vrat Niyam: દરેક મહિનામાં 2 વાર અગિયારસ આવે છે એક કૃષ્ણ પક્ષની  અને બીજી શુક્લ પક્ષની. એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનુ વિધાન છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 20 માર્ચના રોજ છે.  આ એકાદશીને રંગભરી એકાદશી અને આમલકી એકાદશીના નામથી ઓળખવામાં આવે છે.  માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અનેન વ્રત કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
શાસ્ત્રો મુજબ રંગભરી એકાદશીના દિવસે કેટલાક કાર્યોને કરવાની સખત મનાઈ છે. એવુ માનવામાં આવે છે કે આ વર્જિત કાર્યોને કરવાથી પૂજા સફળ થતી નથી અને જીવનમા અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ રંગભરી એકાદશીના દિવસે કયા કાર્યો કરવાથી બચવુ જોઈએ. 
 
 
ન કરશો આ કાર્ય 
રંગભરી એકાદશીના દિવસે ચોખાનુ સેવન કરવુ વર્જિત છે. માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી માણસનો આગલો જન્મ ઢસડતા જીવની યોનિમાં મળે છે. 
 
- આ ઉપરાંત એકાદશીના દિવસે નખ કે વાળ પણ ન કપાવવા જોઈએ. એવુ માનવામાં આવે છે કે આ કાર્યને કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ શકે છે અને દેવી-દેવતા  નારાજ થઈ શકે છે. 
 
- રંગભરી એકાદશી વ્રતમાં શૈપૂ તેલ અને સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ 
 
- રંગભરી એકાદશી વ્રતમાં કોઈ માણસ પ્રત્યે મનમાં ખોટુ ન વિચારવુ જોઈએ. 
 
 
- આ દિવસે તુલસીના છોડની પૂજા કરો અને જળ અર્પિત કરો. પણ એક વાતનુ વિશેષ ધ્યાન રાખો કે એકાદશીના દિવસે તુલસીના પાન તોડશો નહી. માન્યતા છે કે આવુ કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે. 
 
- રંગભરી એકાદશીના દિવસે તામસિક ભોજન ન કરવુ જોઈએ. 
 
- આ ઉપરાંત વ્રત કરનારે સવારની પૂજા કર્યા બાદ દિવસે સુવુ જોઈએ નહી. 
 
રંગભરી એકાદશી 2024નુ શુભ મુહૂર્ત 
પંચાગ મુજબ રંગભરી એકાદશી તિથિની શરૂઆત 20 માર્ચના રોજ રાત્રે 12 વાગીને 21 મિનિટ પર થશે અને તેના બીજા દિવસે એટલે કે 21 માર્ચના રોજ સવારે 02 વાગીને 22 મિનિટ પર તિથિનુ સમાપન થશે.  આવામાં રંગભરી એકાદશી વ્ર ત 20 માર્ચના રોજ કરવામાં આવશે.