પૌરાણિક માન્યતા મુજબ કેવડાત્રીજનું વ્રત સુહાગન સ્ત્રીઓ પતિ અને પરિવારનુ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે કે કુંવારી યુવતીઓ સારો વર પ્રાપ્ત કરવા માટે કરે છે. એવુ કહેવાય છે કે આ વ્રતને પૂર્ણ શ્રદ્ધાથી કરનારી મહિલાઓની મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત માટે બે-ત્રણ દિવસ પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જાય છે.-પણ અનેકવાર અજાણતા એવી ભૂલો થઈ જાય છે જેનાથી વ્રતનુ ફળ મળતુ નથી. સાથે જ અશુભ ફળ મળવાની વાત પણ કહેવામાં આવી છે. તો આવો જાણીએ ક્યા છે એ 5 કામ જે ન કરવા જોઈએ..