ભીમ અગિયારસ : ઘરે ઘરે થશે રસ પૂરીનું જમણ
અજવાળી એકાદશીને નિર્જલા અગિયારસ પણ કહે છે : ભીમે આ એકાદશીનું વ્રત કરેલું
આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી આમ્રફળ ધરાવવા નું અનેરૂ મહત્વ
આજે જેઠ સુદ અગિયારસ ‘ભીમ અગિયારસ' ! લોકો આ તહેવારની ભાવભેર ઉજવણી કરે છે.
આ અનેક પરંપરાઓ સાથે જોડાયેલ ભીમ અગિયારસનો તહેવાર આજે તા. ૨૦ ના ગુરૂવારે જ હોય ઉજવણી કરવા લોકોમાં અનેરો ઉમંગ છવાયો છે.ALSO READ: નિર્જલા એકાદશી વ્રત કથા
પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કરેલું. ભીમને એમ કહેવાયું કે તમારા તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરી પ્રાર્થના કરો. આ દિવસે આમ્રફળ (આંબામાંથી ઉત્પન્ન થતું ફળ) ભગવાન વિષ્ણુને ધરવું. વિષ્ણુ સહષાનો પાઠ કરવો અને બાર અક્ષરનો મંત્ર ‘‘દ્વાદશ અક્ષર મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય'' આ મૂળ મંત્ર એવુ ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને કહેલું ત્યાર બાદ ભીમ નદીમાં સ્નાન કરવા ગયા અને સ્નાન કરતા ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં એવા તો તલ્લીન બન્યા કે આહાર કરવાનું પણ ભુલી ગયા. પાણી પણ ન પીવાથી આ એકાદશીને નિરજલા એકાદશી એટલે ભીમ અગિયારસ કહેવામાં આવે છે.
આ અગિયારના પૂણ્ય પાંડવોને હસ્તીનાપુરનું રાજય સુરક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના આર્શીવાદથી મળેલું આ ભીમ અગિયારસના સમયે હજુ પણ આપણા પ્રાંતમાં બહેન કે દિકરી સાસરે હોય તેને માવતર ભીમ અગિયારસ કરવા તેડી લાવે છે. આ પ્રમાણે આ એકાદશીનું મહત્વ તમામ સંપ્રદાયમાં માનીનું છે. તેમાં જૈન સમાજ આ દિવસ પછી કેરી ખાવાનું બંધ કરે છે.