રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 23 મે 2021 (08:00 IST)

Mohini Ekadashi 2021 - ક્યારે છે મોહિની એકાદશી ? જાણો તેની મહિમા અને પૂજન વિધિ

હિન્દુ ધર્મશાસ્ત્રમાં શરીર અને મનને સંતુલિત કરવા માટે વ્રત અને ઉપવાસના નિયમ બનાવ્યા છે. તમામ વ્રત અને ઉપવાસમાં સૌથી વધુ મહત્વ અગિયારસનુ છે જે મહિનામાં બે વાર આવે છે. શુક્લ એકાદશી અને કૃષ્ણ એકાદશી. વૈશાખ મહિનામાં એકાદશી ઉપવાસનુ વિશેષ મહત્વ છે. જેનાથી મન અને શરીર બંને જ સંતુલિત રહે છે. ખાસ કરઈને ગંભીર રોગથી રક્ષા મળે છે અને ઘણુ બધુ નામ યશ મળે છે.  
 
આ અગિયારસના ઉપવાસથી મોહનુ બંધન નાશ પામે છે તેથી તેને મોહિની એકાદશી કહેવાય છે.   ભાવનાઓ અને મોહથી મુક્તિની ઈચ્છા રાખવા માટે પણ વૈશાખ મહિનાની એકાદશીનુ વિશેષ મહત્વ છે. મોહિની એકાદશીના દિવસે શ્રી હરિના રામ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. આ વખતે મોહિની એકાદશી 22 અને 23 મે એમ બે દિવસ  છે.
 
મોહિની એકાદશી શુભ મુહૂર્ત 
 
એકાદશી પ્રારંભ - 22 મે શનિવાર સવારે 9 વાગીને 15 મિનિટથી 
એકાદશી સમાપ્ત - 23 મે સવારે 6 વાગીને 42 મિનિટ પર 
વ્રત પારણ સમય - 24 મે સવારે  05 વાગીને 26  મિનિટ થી સવારે 8 વાગીને 10 મિનિટ સુધી 
 
 
મોહિની એકાદશીનુ મહત્વ  - વ્યક્તિની ચિંતાઓ અને મોહમાયાનો પ્રભાવ છો થાય છે. 
ઈશ્વરની કૃપાનો અનુભવ થવા માંડે છે. પાપ પ્રભાવ ઓછો થાય છે અને મન શુદ્ધ થાય છે.  વ્યક્તિ દરેક પ્રકારની દુર્ઘટનાઓથી સુરક્ષિત રહે છે. આ અગિયારસ કરવાથી ગૌદાન કરવાનુ પુણ્ય ફળ મળે છે. 
 
પૂજન વિધિ 
 
- અગિયારસના વ્રતના મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ કે તેમના અવતાર હોય છે જેમની પૂજા આ દિવસે કરવામાં આવે છે 
- આ દિવસે સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ પહેલા સૂર્યને અર્ધ્ય આપો. 
- ત્યારબદ ભગવાન રામની આરાધના કરો. તેમને પીળા ફુલ, પંચામૃત અને તુલસીદળ અર્પિત કરો.
- ફળ પણ અર્પિત કરી શકો છો. ત્યારબાદ ભગવાન રામનુ ધ્યાન કરો અને તેમના મંત્રોનો જાપ કરો. 
 
- આ દિવસે પૂર્ણ રૂપથી લિકવિડ પદાર્થનુ સેવન કરો. અથવા ફળાહાર કરશો તો તેના શ્રેષ્ઠ પરિણામ મળશે. 
 
- બીજા દિવસે સવારે એક ટાઈમનુ ભોજન કે અન્ન કોઈ ગરીબને દાન કરો. 
- આ દિવસે મન ઈશ્વરમાં લગાવો. ક્રોધ ન કરશો કે ખોટુ ન બોલશો. 
- ભગવાન રામના ચિત્ર સમક્ષ બેસો અને પીલા ફુલ અને પંચામૃત અર્પિત કરો. રામ રક્ષા સ્ત્રોતઓ પાઠ કરો અથવા ૐ રામ રામાય નમ: મંત્રનો જાપ કરો. 
- જાપ પછી તમારી સમસ્યાઓના સમાધાન માટે પ્રાર્થના કરો અને પંચામૃત ગ્રહણ કરો