સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (08:06 IST)

Karwa Chauth 2022 - કરવા ચોથ પૂજા વિધિ અને વ્રત કથા

પરીણિત સ્ત્રીઓનો  તહેવાર કરવાચોથ 24 ઓક્ટોબર રવિવારે છે. જેને મહિલાઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં આ તહેવારનુ વિશેષ મહત્વ છે. પતિની લાંબી આયુની કામના સાથે મહિલાઓ આ દિવસે નિરાહાર રહીને પોતાનુ વ્રત પુરૂ કરે છે. સાંજે શિવ પરિવારનુ પૂજન કર્યા બાદ ચંદ્ર દર્શન કરવામાં આવે છે અને ચદ્રને અર્ધ્ય આપવામાં આવે છે. ત્યારબાદ આ વ્રતના પારણા કરવામાં આવે છે. 
 
શિવ પરિવારની પૂજા કર્યા બાદ મહિલાઓની આંખો દરેક ક્ષણે ચંદ્રના આવવાની રાહ જુએ છે. દરેક શહેરમાં ચંદ્ર ઉદયનો સમય જુદા જુદા હોય છે. ક્યાંક તે વહેલો બહાર આવે છે તો ક્યારેક મોડો બહાર આવે છે. અહીં જાણો કરવાચોથની પૂજાની વિધિ, કથા, દેશના તમામ ખાસ શહેરોમાં ચંદ્ર ઉદયનો સમય અને આ દિવસ સાથે જોડાયેલી દરેક માહિતી, જે તમારા માટે મહત્વપૂર્ણ છે.
 
પૂજા દરમિયાન વાંચો આ કથા  (Karwa Chauth Vrat Katha)
 
– દંતકથા અનુસાર, ઇન્દ્રપ્રસ્થપુરના એક નગરમાં વેદશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેમને સાત પુત્રો અને વીરવતી નામની પુત્રી હતી. એકમાત્ર દીકરી હોવાને કારણે તે બધાની લાડકી હતી. જ્યારે વીરવતી લગ્ન માટે યોગ્ય બની ત્યારે તેના પિતાએ તેના લગ્ન એક બ્રાહ્મણ યુવક સાથે કરાવ્યા
 
– વીરવતી લગ્ન પછી પહેલીવાર પોતાના પિયર આવી હતી, ત્યારે કરવા ચોથનું વ્રત હતું. વીરવતી તેના માતા-પિતા અને ભાઈઓના ઘરે હતી. તેણીએ તેના પતિના લાંબા આયુષ્ય માટે પ્રથમ વખત ઉપવાસ રાખ્યો હતો. પરંતુ તે ભૂખ અને તરસ સહન કરી શકી નહીં અને બેહોશ થઈને જમીન પર પડી ગઈ.
 
– બહેનની કષ્ટ તેના સાત ભાઈઓ જોઈ ન શક્યા. આવી સ્થિતિમાં ભાઈઓએ ચાળણીમાં દીવો મૂકીને, તેણે તેમને એક ઝાડની આડમા મુકીને બતાવ્યો અને જ્યારે બેહોશ થઈ ગયેલી વીરવતી જાગી ત્યારે ભાઈઓએ  તેને કહ્યું કે ચંદ્રોદય થઈ ગયો છે. અગાશી પર જાઓ અને ચંદ્ર જુઓ. વીરવતીએ ચંદ્રને જોઈને પૂજા પાઠ કરી અને ભોજન કરવા બેસી ગઈ
 
– પહેલુ કોળીયુ મોઢામાં લેતા જ મોઢામાં વાળ આવ્યા, બીજા કોળિયામાં  છીંક અને ત્રીજો કોળિયો મોઢામાં મુકે એ પહેલા જ તેને સાસરિયાઓ તરફથી આમંત્રણ મળ્યું. તેના સાસરિયાઓનું આમંત્રણ મળ્યા બાદ વીરાવતી તરત જ તેના સાસરિયાના ઘર તરફ દોડી ગઈ અને ત્યાં તેણે તેના પતિને મૃત હાલતમાં જોયો.. પતિની હાલત જોઈને તે નિરાશ થઈને રડવા લાગી. તેની હાલત જોઈને ઈન્દ્રની પત્ની દેવી ઈન્દ્રાણી તેને સાંત્વના આપવા આવી અને તેને પોતાની ભૂલનો અહેસાસ કરાવ્યો. કરવા ચોથના ઉપવાસની સાથે, આખા વર્ષ દરમિયાન આવતી ચોથ માટે ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે. વીરાવતીએ પણ એવું જ કર્યું અને ઉપવાસ કરીને તેના પતિને ફરી જીવન મળ્યું.
 
 
ભૂલથી પણ આ ભૂલો કરશો નહી 
 (Karwa Chauth Rules)
1. સૂર્યોદય પહેલા ઉઠો અને સરગી ખાઓ. આ પછી આખો દિવસ કશું ખાશો નહીં. ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી પણ અન્ન-જળ ગ્રહણ કરો.
 
2.પૂજા સમયે કાળા, સફેદ કે વાદળી વસ્ત્રો ન પહેરવા. લાલ, પીળો, ગુલાબી વગેરે જેવા ખીલેલા રંગોના કપડાં પહેરો.
 
3. વ્રતના દિવસે પતિ સાથે ઝઘડો ન કરવો. અન્ય કોઈ વ્યક્તિને અપશબ્દો પણ ન બોલો.
 
4. સફેદ કપડાં, સફેદ મીઠાઈ, દૂધ, ચોખા, દહીં વગેરેનું દાન કોઈને ન કરવું.