ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 4 એપ્રિલ 2020 (10:06 IST)

Kamada Ekadashi 2020: આજે કામદા એકાદશી છે, વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરો, આ છે વ્રતકથા

આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે.  આ દિવસે જે પણ શ્રદ્ધા સાથે વ્રત કરે છે તેમની મનોકામના જરૂર પુર્ણ થાય છે.  આ દિવસે વ્રત કરો. આ વ્રતમાં મનને સંયમિત રાખીને ભગવાન વિષ્ણુની આરાધના કરો. ભગવાન વિષ્ણુને ફળ, ફુલ, તલ, પંચામૃત અર્પિત કરવુ જોઈએ. એકાદશી વ્રતની કથા 
જરૂર સાંભળવી જોઈએ.  રાત્રે ભગવાન વિષ્ણુની આરાધના કરો અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણ કે કોઈ ગરીબને ભોજન કરાવવુ જોઈએ. આ એકાદશી મનોવાંછિત ફળ પ્રદાન કરનારુ છે.  આ વ્રતમા વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરો. આ વ્રતમાં ચોખા કે કોઈ અન્ય અનાજનો ઉપયોગ ન કરશો.  
 
વ્રતની વિધિ :- પુરાણોમાં કથિત "એકાદશ્યાં ન ભૂંજીત પક્ષયોરૂભયોરપિ" આ કથા મુજબ દરેક માહની એકાદશીને અન્ન નહી ખાવું જોઈએ. આ વ્રતથી પહેલા દિવસ એટલે દશમીના દિવસથી જ મગ કે જવ કે ઘઉંથી બનેલા કોઈ પદાર્થ ખાઈ લેકું જોઈએ. બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી જુદા-જુદા કાર્યોથી નિવૃત હોઈને વ્રતના સંક્લપ લેવું જોઈએ. સંક્લ્પ માટે "મમ અખિલપાપક્ષયપૂર્વક પ્રીતિકામનયા કામદા એકાદશી વ્રત કરિષ્તે" આ મંત્રના મનન કરો . એનુ અર્થ છે કે હે ઈશ્વર મેં મારા બધા પાપોને ખતમ કરવાના ઉદ્દેશ્ય થે અને સુખપૂર્વક જીવન વ્યતીતે કરવાની ભાવનાથી કામદા એકાદસીના વ્રત  કરીશું. એના પછી ભગવાન નારાયણની પ્રતિમાને પાલનામાં સ્થાપિત કરો અને તેના વિધિપૂર્વક ધૂપ, દીપ, અક્ષત,  વગેરેથી પૂજન અર્ચન અને સ્તવન કરો . આખી રાત જાગરણ કરે ભજન અને સ્ત્વાન કરો અને બીજા દીવસે સ્નાન વગેરે કરી વ્રતના પારણ કરો. ઉપવાસમાં માત્ર ફલાહાર કરો.     
 
કામદા એકાદશી વ્રતકથા 
 
પહેલાના સમયમાં ભોગાવતી નામની નગરીમાં પુંડરિક નામનો નાગરાજા રાજ્ય કરતો હતો. તેની સેવામાં ગાંધર્વો, યક્ષો, અપ્સરાઓ તથા કિન્નરો સદા રહેતા. તે નગરીમાં લલિત નામનો ગાંધર્વ તથા લલિત નામની ગાંધર્વી રહેતાં હતાં. તે બંને પતિ પત્ની હતાં. તે બંને એક બીજામાં ખૂબ આસક્ત રહેતાં હતાં. બંને એકબીજાંને ખૂબ પ્રેમ કરતાં હતાં.એક વખત પુંડરિકની સભામાં લલિત ગીત ગાતો હતો. અચાનક તેને લલિતા યાદ આવી. તેથી તે ગાયનમાં ભૂલ કરવા લાગ્યો. તેના મનની સ્થતિ કર્કોટક નામનો નાગ જાણી ગયો. તેણે પુંડરિક રાજાને લલિતના મનની વાત કહી દીધી. આ સાંભળી લલિત ઉપર પુંડરિક રાજા ગુસ્સે થયાં. તેમણે તત્કાળ લલિતને શ્રાપ આપતાં કહ્યું કે, હે પાપાત્મા, હે કામી, તું તત્કાળ રાક્ષસ બની જા. શ્રાપ સાંભળતાં જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો. તે હિમાલય જેવો વિશાળ, કાળા કોલસા જેવો તેનો રંગ, તેનાં લાલચોળ નેત્રો જોઈ ભલભલા ડરી જતા. આ જોઈ લલિતાને ખૂબ દુ:ખ થયું. તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચાર સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી.લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ પેટનો ખાડો પૂરતો હતો. આમને આમ બંને ફરતાં ફરતાં વિદ્યાચળ પર્વત ઉપર પહોંચી ગયાં. ત્યાં તેમણે ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ જોયો. ત્યાં જઈ તેમણે મુનિને ભાવથી પ્રણામ કર્યા. પોતાનું વિતક કહ્યું. આ સાંભળી દયાના સાગર ઋષ્યશૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ અગિયારશ કે જે કામદા એકાદશીથી ઓળખાય છે. તે કરવા જણાવ્યું.તે બંનેએ ચૈત્ર સુદ અગિયારશ આવતાં ખૂબ ભાવથી તે એકાદશી કરી. તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુનાં ચરણોમાં અર્પણ કયુ. જેનાં પુણ્યપ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું. લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી. આ પછી તેઓ પાછાં ભોગાવતી નામની નગરીમાં આવ્યાં. તેમને જોઈ પુંડરિક ખુશ થઈ ગયો. તેણે સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને સેવામાં લઈ લીધો. આજે શું કરવું ખૂબ સંયમિત જીવન જીવવું. મન તથા ઇન્િદ્રય પર કાબૂ રાખવો. ઉપવાસ કરવો. ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવાં.
 
વ્રતનું ફળ: આ એકાદશી કરનાર મનુષ્યનાં અનંત પાપ બળી જાય છે. તેનાં પુણ્યથી નિ:સંતાનને સંતાન થાય છે. મનના મનોરથ પાર પડે છે.