- કળશની સ્થાપના ઈશાન ખૂણામાં કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- માટીનું વાસણ લઈને તેમાં થોડી માટી નાંખો. હવે તેના પર સાત અનાજ પાથરી દો. એક બાજુ માટી પાથરીને સાત અનાજ પાથરો. આ પ્રમાણે માટી અને અનાજના ત્રણ ભાગ બનાવો.
- તેના પર એક નાની માટલી મૂકો. માટલીમાં પાણી, સોપારી અને ઔષધિ મૂકો. સાથે-સાથે ગણેશજીની સ્થાપના પણ કરી લો. ગણેશજીની સ્થાપના હંમેશા કળશની ડાબી બાજુ કરવી જોઈએ.
- કળશમાં પાણી ભરીને તેમાં સોપારી, અત્તર નાંખીને તેના પર એક નાળિયેર મૂકો. દેવીનું સ્મરણ કરતાં નાળિયેર પર નાડાછડી બાંધો.
- હવે આ નાળિયેરને લાલ કપડાંમાં લપેટીને માટલીની ઉપર રાખો.
- યાદ રાખો કે અખંડ દીપક પહેલાં પ્રજ્વલિત કરવાનો છે. તેના માટે ઘીનો દીવો પ્રગટાવો.
- તેના પછી દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. શક્તિ શિવ વિના અધૂરી છે એટલે તેના પછી શિવનું સ્મરણ અવશ્ય કરો.