બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 16 ઑગસ્ટ 2023 (07:49 IST)

Adhik Maas Amavasya 2023: આજે અધિકમાસની અમાસ, જાણો આ દિવસે શું કરવું અને શું ન કરવું

Adhik Maas Amavasya 2023: આજે એટલે કે 16મી ઓગસ્ટ અધિકામાસનો અમાવસ્યાનો દિવસ છે. આ અમાવસ્યા દર ત્રણ વર્ષે એકવાર આવે છે. અમાવસ્યાના દિવસે સ્નાન, દાન અને પિતૃદોષનું શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ, કાલસર્પ દોષ અને શનિ દોષમાંથી મુક્તિ મળે છે. આ સાથે જ વ્યક્તિના જન્મ પછીના પાપોનો નાશ થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ આવે છે.  આ સિવાય જો તમે અધિક માસની અમાવાસ્યાના દિવસે કોઈ ખાસ કામ કરશો તો તમારા બધા દુ:ખ અને કષ્ટ દૂર થઈ જશે. તે જ સમયે, કેટલાક એવા કાર્યો છે, જે અમાવસ્યાના દિવસે ટાળવા જોઈએ. તો ચાલો જાણીએ અધિક માસની અમાવાસ્યાના દિવસે શું કરવું અને શું ન કરવું.
 
અધિક માસ અમાવસ્યા તારીખ 2023
અધિક માસની અમાવાસ્યા તિથિ 15 ઓગસ્ટ 2023 ના રોજ બપોરે 12:42 કલાકે શરૂ થઈ રહી છે. જે 16 ઓગસ્ટે બપોરે 03.07 કલાકે સમાપ્ત થશે. 16મી ઓગસ્ટે ઉદયા તિથિ છે, તેથી આ દિવસને અધિકમાસની અમાવસ્યા તિથિ તરીકે ગણવામાં આવે છે.
 
અધિક માસની અમાસ પર કરો આ કામ 
પિતૃઓ માટે ભૂખ્યા અને ગરીબ લોકોને ભોજન કરાવો. તેમને મીઠા ચોખા વહેંચો. આમ કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ધન આવે છે.
આ દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી માછલીઓને લોટના ગોળા ખવડાવો. આવું કરવાથી તમારી બધી પરેશાનીઓનો અંત આવશે.
 
- અધિક માસની અમાવાસ્યાના દિવસે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે શિવલિંગ પર દૂધ, દહીં, ઘી, મધ, જળ અને કાળા તલ ચઢાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કુંડળીમાં પિતૃ દોષની અશુભ અસર ઓછી થાય છે.
 
- અધિક માસ અમાવસ્યાના દિવસે પિતૃસૂક્તનો પાઠ પણ કરી શકો છો. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી પિતૃદોષના કારણે વિવાહિત જીવનમાં આવતી અડચણો દૂર થાય છે.
 
- જો તમે કાલસર્પ દોષથી પીડિત હોવ તો અધિક માસની અમાવાસ્યાના દિવસે ચાંદીના સાપની પૂજા કરો અને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો.
 
- પૂર્વજોની આત્માની શાંતિ માટે અધિક માસની અમાવાસ્યાના દિવસે ગાય, કૂતરા અને કાગડાને ખવડાવવું જોઈએ.
 
- અધિક માસની અમાવસ્યાના દિવસે કાળા કૂતરાને તેલમાં મસળેલી રોટલી ખવડાવવાથી શત્રુનો ભય દૂર થાય છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.
 
અધિક માસની અમાવાસ્યા પર આ કામ ન કરવું
 
- એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે, તેથી વ્યક્તિએ અમાવસ્યાની રાત્રે કોઈપણ નિર્જન સ્થળે જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને ભૂલથી પણ સ્મશાન ભૂમિ તરફ ન જાવ.
 
- અમાવસ્યાના દિવસે ઘરમાં ઝઘડાથી બચવું જોઈએ. જો તમે અમાવસ્યા પર પરિવારના સભ્યો સાથે વિવાદ કરશો તો તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે.