Dharma Sangrah

Sehri Recipes: બટાકાની ખીર

શુક્રવાર, 15 માર્ચ 2024 (17:01 IST)
સહરીમાં ગળ્ય ખાવુ સુન્નત માનવામાં આવે છે તેથી આજે અમે તમને એવી કેટલીક રેસીપીઝ બતાવીશુ જેને તમે રાત્રે ઉઠીને માત્ર 15 મિનિટમાં બનાવી શકશો 
 
રમજાનના મહિનામાં ઈબાદત કરવાનુ બમણુ ફળ મળે છે. તેથી બધા લોકો રોજા કરવાની સાથે સાથે કુરાનની કસરતથી તિલાવત કરે છે. એટલુ જ નહી રમજાન મહિનામાં લગભગ બધા મુસલમાનોના ઘરે ઈફ્તારના સમયે સ્વાદિષ્ટ અને લજીજ પકવાન બનાવવામાં આવે છે અને રોજેદારને પીરસવામાં આવે છે.  રોજા કરવા માટે મુસ્લિમ સમુહના લોકો સવારે સૂર્યોદય પહેલા સહેરી બનારે છે અને આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહે છે અને સાંજે ઉપવાસ તોડે છે. 
 
 
બટાકાની ખીર માટે સામગ્રી - 1 લીટર દૂધ 
5- બટાકા (બાફીને છોલેલા)
150 ગ્રામ - ખાંડ
1 નાની વાટકી ડ્રાયફુટ્સ (નારિયેળ, કાજુ, બદામ, પિસ્તા)
5 ચપટી એલચી પાવડર
4-5 બદામ (ગાર્નિશિંગ માટે)
 
બનાવવાની રીત - ખીર બનાવવા માટે સૌથી પહેલા મઘ્યમ તાપ પર એક તપેલી ગરમ થવા માટે મુકી દો.  હવે તેમા મૈશ થયેલા બટાકા નાખી દો. ધ્યાન રાખો કે બટાકા વધુ ચીકણા અને જાડા ન હોય. હવે તમે બટાકાને સોનેરી થતા સુધી સારી રીતે સેકી લો. 
 
બટાકા સેકાય જાય કે તેમા દૂધ નાખો અને સારી રીતે મિક્સ કરો. ધ્યાન રાખો કે દૂધ નાખ્યા પછી તમારે તેને સતત હલાવવાનુ છે. જ્યારે દૂધ થોડુ ઘટ્ટ થવા માંડે તો પછી તેમા ખાંડ, ઈલાયચી પાવડર અને મેવો નાખી દો અને લગભગ 10 મિનિટ સુધી સારી રીતે હલાવતા રહો. જ્યારે આ મિશ્રણ ખીરનુ રૂપ લઈ લે તો તેને તાપ પરથી ઉતારી દો અને ઠંડુ થવા માટે મુકી દો. હવે પ્લેટમાં ખીર કાઢો અને ઉપરથી સુકા મેવા ગાર્નિશ કરી સર્વ કરો. 

વધુ જુઓ..

Donald Trump પોતાને 'ઈસુ ખ્રિસ્ત' તરીકે દર્શાવ્યા, પોપ લીઓ XIV પર આકરા પ્રહારો કર્યા, AI ફોટોથી નવો વિવાદ થયો

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ફોર્મ ચકાસણીના પ્રથમ દિવસે જ 6,885 ઉમેદવારોના ફોર્મ રદ

NFSU Admission 2026- ધોરણ 12 પછી ફોરેન્સિક સાયન્સમાં કારકિર્દીની તક, અરજીઓ ખુલી

Sakib Hussain Story - માતાએ ઘરેણા વેચીને અપાવ્યા જૂતા, પિતાએ કહ્યુ - એક ટાઈમના ખાવા માટેના પણ... રડાવી દેશે તમને SRH પેસર સાકિબ હુસૈનની સ્ટોરી

સમ્રાટ ચૌધરી બિહારના મુખ્યમંત્રી બનશે, નિશાંત કુમાર અને વિજય ચૌધરી નાયબ મુખ્યમંત્રી બનશે, શપથ ગ્રહણની તારીખ અને સમય પણ નક્કી

વધુ જુઓ..

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Akshaya Tritiya Puja Samagri- અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

આગળનો લેખ
Show comments