Daily Horoscope
✕

વિરમગામમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિના નવા ઘરના ભોંયરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Updated: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (13:04 IST)
અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિના નવા બની રહેલા મકાનના ભોંયરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. વિરમગામ ટાઉન પોલીસે હાથી તલાવડી પાસે બની રહેલા મકાનના ભોંયરામાંથી 1.28 લાખની વિદેશી દારુની નાની 804 બોટલો કબજે કરી હતી. પોલીસે સાગરીતની ધરપકડ કરી લીધી છે પણ મહિલા કોર્પોરેટરના પતિ ફરાર થઈ ગયાં છે. વિરમગામ પોલીસ સ્ટેશનના પી.આઈ.એ જણાવ્યું હતું કે, આરોપી મિહિર સીતાપરાના નવા બનતાં ઘરમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. હાથી તલાવડી પાસેના ઘરના ભોંયરાની અંદર એક રૂમમાં તાળું તોડીને જોતાં વિદેશી દારુની બોટલો મળી આવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આરોપી મિહિર અને તેના ભાઈ સામે અગાઉ પણ દારુના કેસો થયેલા છે. પોલીસને બાતમી મળી હતી કે મિહીર દિનેશભાઇ સીતાપરાએ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે અને ખાનગી રીતે છુટકમાં શૈલેષભાઇ ચોથાજી ઠાકોર પાસે વેચાણ કરાવે છે. બાતમીના આધારે રેડ કરતા મિહીર દિનેશભાઇ સીતાપરાના નવા બનતાં મકાનમાં આવેલા ભોંયરામાં એક રૂમને તાળું હતું જે તોડી અંદર જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સીલબંધ કાચની નાની-મોટી બોટલો જેની કુલ કિમત.રૂ 1.28 લાખની મળી આવી હતી. મકાનમાં દરોડા દરમિયાન શૈલેષભાઇ ચોથાજી ઠાકોર મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા પોતે મિહિર સીતાપરા સાથે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. વિરમગામ ટાઉન પોલીસે શૈલેષની ધરપકડ કરી તથા આરોપી મિહીર દિનેશભાઇ સીતાપરાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

વધુ જુઓ..

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

Groom Wedding Tradition: લગ્નમાં વરરાજા સફેદ ઘોડા પર સવાર થઈને કેમ આવે છે? જાણો આ સદીઓ જૂની વિધિ પાછળનું ખાસ કારણ.

બિરસા મુંડા વિશે

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ
Show comments