Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભલામણ નહીં ચાલે, નીતિન પટેલે કહ્યું - 10,000 ઉમેદવારોની પસંદગી માત્ર યોગ્યતાના આધારે થશે

શુક્રવાર, 27 માર્ચ 2026 (18:01 IST)
'મહેસાણાના કડી ખાતે આયોજિત એક સન્માન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. હાલમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્ય તરીકે જવાબદારી સંભાળતા નીતિન પટેલે સ્પષ્ટ કર્યું કે, ઉમેદવારોની પસંદગીમાં કોઈપણ પ્રકારનો વ્યક્તિગત લગાવ કે ભલામણ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે પક્ષ માત્ર યોગ્યતા અને કાર્યક્ષમતાના આધારે જ ટિકિટની ફાળવણી કરશે.
 
પોતાના સંબોધનમાં નીતિન પટેલે પ્રદેશ અધ્યક્ષના સૂત્ર “મારો એ સારો નહીં, પરંતુ સારો એ મારો” ને યાદ અપાવતા કહ્યું કે, પક્ષ માટે ઉમેદવારની લોકપ્રિયતા અને નિષ્ઠા સર્વોપરી છે. જે ઉમેદવાર જમીન સાથે જોડાયેલો હશે અને પ્રજાના કામો માટે કટિબદ્ધ હશે, તેને જ પ્રાધાન્ય આપવામાં આવશે. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જાગી છે કે આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળી શકે છે અને વગદાર લોકોની ભલામણો બાજુ પર રહી શકે છે.
 
રાજ્યમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ સામે ટૂંકા ગાળામાં વિશાળ સંખ્યામાં ઉમેદવારો પસંદ કરવાનો મોટો પડકાર છે. આગામી 45 દિવસમાં અંદાજે 10,000 થી વધુ ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઘણી સ્થાનિક સંસ્થાઓનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવાથી આ પ્રક્રિયાને અત્યંત પારદર્શક અને ઝડપી બનાવવાની તૈયારીઓ પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
 
આ વખતે નવી OBC અનામત વ્યવસ્થા અને જાહેર થયેલા રોસ્ટર મુજબ બેઠકોનું સમીકરણ બદલાયું છે, જેને ધ્યાનમાં રાખીને દરેક બેઠક માટે સક્ષમ ઉમેદવાર શોધવાની કવાયત ચાલી રહી છે. પક્ષ દ્વારા ખાસ કરીને ઉમેદવારની સ્વચ્છ છબી અને સમાજ સેવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યા છે. નીતિન પટેલના આ નિવેદન બાદ હવે ટિકિટ મેળવવા ઈચ્છતા દાવેદારોમાં દોડધામ મચી ગઈ છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તુ જેલમાં જઈશ બીજુ શુ

ગુજરાતી જોક્સ - તમે પરિણીત છો

શાહરૂખ ખાને હિંદુ રીતિ રીવાજો મુજબ કરી પૂજા, બાળકો પણ જોવા મળ્યા તલ્લીન, ઈન્ટરનેટ પર છવાયો વિડીયો, ફેંસ થયા ગદ્દગદ્દ બોલ્યા - અસલી સુપરસ્ટાર

હેલ્થકેયર બ્રાંડે મંજુરી વગર આર માઘવનનો વીડિયો વાપર્યો, મૈડીને આવ્યો ગુસ્સો, મોકલી લીગલ નોટિસ

ગુજરાતી જોક્સ - અંગ્રેજી

આગળનો લેખ
Show comments