Dharma Sangrah

Flying GOAT: સુપર ફિટ વિરાટ કોહલીનુ શાનદાર પ્રદર્શન, અફગાની બેટથી મારેલા સિક્સરને હવામાં ઉડીને રોકી

ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (12:04 IST)
virat kohali
- કોહલીએ 17મી ઓવર યાદગાર બનાવી દીધી 
- વિરાટની બેટિંગ સાથે ફિલ્ડિંગ પણ શાનદાર 
- આ મેચ એક ઐતિહાસિક મેચ બની ગઈ

ભારત વિરુદ્ધ અફગાનિસ્તાન ટી20 સીરિઝની અંતિમ મેચ ખૂબ રોમાંચક રહી. મેચ ટાઈ થયા બાદ ભારતે બીજી સુપર ઓવરમાં જીત નોંધાવી. મેચમાં અનેક એવા મોડ આવ્યા, જેને દર્શકોને ઉઠવા પણ ન દીધા. મેચની 17મી ઓવર ખૂબ યાદગાર રહી. આ ઓવરમાં વિરાટ કોહલીને બાઉંડ્રીની બહાર જઈ રહેલ બોલને કુદીને રોકવો, ભારતની જીત માટે ખૂબ મહત્વપૂર્ણ્ણ સાબિત થયો. 
 
 
દર્શકે કહ્યુ - વિરાટની ફિલ્ડિંગ પણ લાજવાબ 
 
દિલ્હીથી  બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ જોવા પહોચેલ હિતેશે કહ્યુ કે તે ક્ષણ અમારે માટે યાદગાર હતી. ભારત માટે એક એક રન મહત્વનો હતો. આવામાં એક સિક્સ ભારત માટે પરેશાની બની શકતી હતી. બધા દર્શક પરેશાન હતા. આખુ પેવેલિયન શાંત હતુ. પણ ત્યારે વિરાટ સામે આવ્યા અને જે રીતે તેમણે બોલને રોક્યો, લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા. વિરાટે એકવાર ફરી સાબિત કરી દીધુ કે બેટિંગ સાથે તેની ફિલ્ડિંગ પણ લાજવાબ છે. એ રિયલ લાઈફમાં 'ગોટ' છે. 
 
સોશિયલ મીડિયા પર પણ કોહલીના વખાણ 
સોશિયલ મીડિયા પર પણ વિરાટના આ અંદાજના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરનુ કહેવુ છે કે વિરાટ કોહલી હંમેશા મને સારુ કરવાની પ્રેરણા આપે છે. બીજી બાજુ સોશિયલ મીડિયા પર વિરાટના ફિટનેસને લઈને પણ ચર્ચા વધી ગઈ છે. 
 

વધુ જુઓ..

Saffron water: કેસરનું પાણી પીવાથી શું થાય છે, જાણો ક્યારે પીવું સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી ?

Jyotiroa Phule Jayanti 2026: જ્યોતિરાવ ફુલેની સ્ટોરી, જેમણે બદલી નાખ્યુ ભારતનુ ભવિષ્ય

રોજ લસણની એક કળી ચાવવાના ફાયદા

ઉનાળા માટે ખૂબ જ તાજગી આપનારું અને પૌષ્ટિક પીણું Mango Smoothie

Pehle Bharat Ghumo - એપ્રિલમા હનીમૂન માટે બનાવી રહ્યા છો પ્લાન, તો આ જગ્યાઓ છે સૌથી સારી

વધુ જુઓ..

ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળો

આશા ભોંસલેની તબિયત અચાનક બગડી ગઈ, તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

Gujarati Jokes - કાયમી ગ્રાહક

એપ્રિલમાં બરફ જોવા માંગો છો? તમારા પરિવાર સાથે આ સ્થળોની મુલાકાત અવશ્ય લો.

ગુજરાતી જોક્સ - દંડ થશે.

આગળનો લેખ
Show comments