suvichar

પ્રાઈવેટ વિમાન રનવે પરથી લપસીને ઝાડીઓમાં ઘૂંસ્યુ, યૂપીમાં વિમાન દુર્ઘટના થતા થતા રહી ગઈ

ગુરુવાર, 9 ઑક્ટોબર 2025 (13:46 IST)
ઉત્તર પ્રદેશમાં એક મોટી વિમાન દુર્ઘટના થતા થતા રહી ગઈ. જ્યારે ફરુખાબાદમાં એક ખાનગી વિમાન રનવે પરથી ઉતરીને ઝાડીઓમાં ફસાઈ ગયું હતું. સદનસીબે, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. વિમાન ટેકઓફ માટે રનવેની નજીક આવતા જ તેના પૈડા અચાનક વળી ગયા અને વિમાન ઝાડીઓમાં ઉતરી ગયું.
 
જાણો શુ છે આખો મામલો 
ફરુખાબાદના મોહમ્મદાબાદ એરસ્ટ્રીપ પરથી ઉડાન ભરતી વખતે એક ખાનગી વિમાન રનવેથી આગળ નીકળી ગયું અને ઝાડીઓમાં ઘૂસી ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનના ટાયર ફૂલી ગયા હતા, જેના કારણે આ અકસ્માત થયો. સદનસીબે, બધા મુસાફરો સુરક્ષિત છે. એવું જાણવા મળ્યું છે કે ખાનગી વિમાનમાં સ્થાનિક ફેક્ટરીના કેટલાક અધિકારીઓ મુસાફરી કરી રહ્યા હતા.

<

#WATCH | Uttar Pradesh: A private aircraft lost control while taking off from the runway in Farrukhabad and collapsed in bushes nearby. The two pilots and passengers are safe.

(Video Source: Police) pic.twitter.com/pWlZOl3rmG

— ANI (@ANI) October 9, 2025 >
 
ભોપાલ જવા માટે ઉડાન ભરી રહ્યુ હતુ  
મોહમ્મદાબાદમાં સરકારી હવાઈ પટ્ટી પર 8 ઓક્ટોબર,2025 ના રોજ, ખિમસેપુર ઔદ્યોગિક વિસ્તારમાં બની રહેલી બીયર ફેક્ટરીના ડીએમડી અજય અરોરા, એસબીઆઈના વડા સુમિત શર્મા અને બીપીઓ રાકેશ ટીકુ, ભોપાલથી બપોરે 3:૦૦ વાગ્યે  ફેક્ટરીના બાંધકામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. તેઓ સવારે 10:30 વાગ્યે જેટ સર્વિસ એવિએશન પ્રાઇવેટ લિમિટેડના ખાનગી જેટ, વીટી ડેઝમાં ભોપાલ જવા રવાના થયા. ટેકઓફ દરમિયાન, વિમાન નિયંત્રણ બહાર ગયું અને નજીકની ઝાડીઓમાં ક્રેશ થયું.

વધુ જુઓ..

1st Birthday Wishes - નાના રાજકુમારને તેના પહેલા જન્મદિવસ પર શુભેચ્છા

Baishakhi- વૈશાખી તહેવારની મુખ્ય બાબતો

Ambedkar Jayanti 2026: 'આંબેડકર' નહી, તો શુ હતુ બાબા સાહેબનુ અસલી સરનેમ ? વાંચો આવી 5 રોચક વાતો

Baisakhi dishes 2026: બૈસાખીની મજા બમણી કરવા માટે, ઘરે બનાવો આ 5 પંજાબી વાનગીઓ જે તમારા મહેમાનોને ચોક્કસ ગમશે.

આજના લંચમાં બનાવીશ દૂધીનો ઓળો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - વહેલી સવારે ફેસબુક

રાજસ્થાનમાં ફરવા લાયક સ્થળો

સલમાન ખાને પ્રીતિ ઝિંટાને પંજાબ કિંગ્સની જીત પર પાઠવી શુભેચ્છા, ફેંસે કેમ બોલ્યા - 12 વર્ષ પછી મળ્યો જવાબ

પંચતત્વમાં વિલીન થયા આશા ભોસલે, પુત્ર આનંદે કર્યો દાહ સંસ્કાર, રાજકીય સમ્માન સાથે થઈ અંતિમ વિદાય

ગુજરાતી જોક્સ - ઓહ માય ગોડ

આગળનો લેખ
Show comments