Daily Horoscope
✕

દેશની પહેલી વોટર મેટ્રોનું ઉદ્ધાટન, ભાડું, રૂટ બધું જાણો

Published: મંગળવાર, 25 એપ્રિલ 2023 (16:40 IST)
Water Metro: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની કોચીમાં આજે પ્રથમ વોટર મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેવા કોચી અને તેની આસપાસના 10 ટાપુઓને જોડશે. તેને કેરળ માટે ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. વોટર મેટ્રો સેવા માટે હાઇબ્રિડ બોટનો ઉપયોગ કરાશે. 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળમાં ભારતની પ્રથમ 'વોટર મેટ્રો' સેવા શરૂ કરશે. આ સેવા કોચી અને નજીકના 10 ટાપુઓને જોડશે. આ સેવા એવા શહેરો માટે ઉપયોગી થશે જ્યાં પરંપરાગત મેટ્રો રેલની ઘણી અવરોધો છે. મેટ્રો માટે બેટરી સંચાલિત હાઇબ્રિડ બોટનો ઉપયોગ કરવામાં આવશે. વડાપ્રધાને વોટર મેટ્રોની તસવીરો પણ શેર કરી છે. તેમણે કહ્યું છે કે કોચી વોટર મેટ્રો શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રોજેક્ટ લગભગ 1,136 કરોડ રૂપિયાનો છે. તેને કેરળ માટે ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. તે શહેરમાં જાહેર પરિવહન અને પ્રવાસનને વેગ આપશે. આના દ્વારા આર્થિક ગતિવિધિઓ વધારવામાં પણ મદદ મળશે. આવો, અહીં આ સેવાની વિશેષતાઓ જાણીએ.
 
વોટર મેટ્રો એર કન્ડિશન્ડ હશે. સેવાઓ દરરોજ 12 કલાક માટે 15 મિનિટના અંતરાલથી પૂરી પાડવામાં આવશે. શરૂઆતમાં તે 23 બોટ અને 14 ટર્મિનલથી શરૂ થશે. દરેક મેટ્રોમાં 50 થી 100 મુસાફરો સવારી કરી શકશે.
 
બોટની સફર માટે લઘુત્તમ ટિકિટ દર રૂ.20 છે. નિયમિત મુસાફરો માટે સાપ્તાહિક અને માસિક પાસ છે. વાતાનુકૂલિત બોટમાં ખર્ચ-અસરકારક અને સલામત મુસાફરી લોકોને ટ્રાફિક જામમાં ફસાયા વિના તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદ કરશે.

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments