div>???? રાજસ્થાનના સીકરમાં બાબા ખાટૂશ્યામના જન્મોત્સવ મેળા દરમિયાન નંદ ભોજનાલયમાં ભીષણ આગ, ચાર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ ???? 19 નવેમ્બરની રાત્રે ભોજનાલયમાં આગ લાગવાનું કારણ આતશબાજી અને શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. ખરેખર તો, ખાટૂશ્યામજીમાં બાબાના જન્મોત્સવ પર આ વર્ષે આતશબાજી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ આમ છતાં લોકો મધ્યરાત્રિએ છુપાઈને આતશબાજી કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં લોકો હાથમાં ફટાકડા સળગાવીને ફેંકી રહ્યા હતા ???? આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. આમ, લગભગ 3 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો #Sikar #Rajasthan #BabaShyam #FireAccident #GasCylinderBlast #KhatuShyamJi #RajasthanNews #FireAlert
— DD News Gujarati (@DDNewsGujarati) November 20, 2026