Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારની મોટી જાહેરાત: ખેત તલાવડી યોજના અંતર્ગત જીઓમેમ્બ્રેન ફીટ કરી આપશે સરકાર, જાણો કેવી રીતે કરશો અરજી

મંગળવાર, 31 માર્ચ 2026 (13:33 IST)
free plastic geomembrane farm pond scheme
રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઈમાં મદદરૂપ થવા માટે ખેત તલાવડીમાં સરકારી ખર્ચે જીઓમેમ્બ્રેન (પ્લાસ્ટિક કવર) ફીટ કરી આપવાની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ મુશ્કેલ સમયમાં પાક બચાવવા માટે કરવાનો છે. આ સિસ્ટમથી પાણી જમીનમાં ઉતરી જતું અટકશે, જેથી ખેડૂતો ખરીફ પાક નિષ્ફળ જતો અટકાવી શકશે અને રવિ સીઝનમાં પણ પૂરક સિંચાઈ મેળવી શકશે, જે અંતે ભૂગર્ભજળના સ્તર સુધારવામાં પણ મદદરૂપ થશે.
 

અરજી પ્રક્રિયા અને પસંદગીની પદ્ધતિ
 

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ 15 મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની શરૂઆત 30 માર્ચથી થઈ ગઈ છે. ફોર્મ ભરાયા બાદ કોઈ વ્હાલા-દવલાની નીતિ નહીં, પરંતુ સંપૂર્ણ પારદર્શક રીતે કમ્પ્યુટરાઈઝ્ડ ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. જે ખેડૂતોના નામ ડ્રોમાં ખુલશે તેમને SMS દ્વારા જાણ કરવામાં આવશે અને ત્યારબાદ સરકારી અધિકારીઓ ખેતરની રૂબરૂ મુલાકાત (ફીલ્ડ વેરીફીકેશન) લઈને મંજૂરીની મહોર મારશે.
 

સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સાઈઝની મર્યાદા

 
સરકારે આ યોજનામાં નાણાકીય સહાય માટે ચોક્કસ માપદંડો નક્કી કર્યા છે. વધુમાં વધુ 40 મીટર લંબાઈ, 40  મીટર પહોળાઈ અને 6  મીટરની ઊંડાઈ ધરાવતી ખેત તલાવડી માટે જ સરકાર જીઓમેમ્બ્રેનનો ખર્ચ ભોગવશે. આ માપ મુજબ મહત્તમ 2460 ચોરસ મીટર જેટલું પ્લાસ્ટિક સરકાર તરફથી ફીટ કરી આપવામાં આવશે. જો કોઈ ખેડૂત આનાથી મોટા કદની તલાવડી બનાવશે, તો નિયત મર્યાદાથી વધારાના પ્લાસ્ટિકનો ખર્ચ ખેડૂતે પોતે ભોગવવો પડશે.
 

અમલીકરણ અને ખેડૂતની જવાબદારી

 
આ યોજનામાં 'ખાડો ખેડૂતનો અને પ્લાસ્ટિક સરકારનું' એવો અભિગમ રાખવામાં આવ્યો છે. એકવાર ડ્રોમાં નામ પસંદ થઈ ગયા પછી, સિંચાઈ વિભાગ દ્વારા નક્કી કરાયેલા કોન્ટ્રાક્ટર ખેતરમાં આવીને જીઓમેમ્બ્રેન પાથરી જશે. જોકે, પ્લાસ્ટિક પથરાયા બાદ તેની જાળવણી, સફાઈ અને તે ફાટી ન જાય તેની તકેદારી રાખવાની સંપૂર્ણ જવાબદારી જે-તે ખેડૂતની રહેશે. તલાવડીમાં વધુમાં વધુ પાણી સંગ્રહિત થાય તે માટે ખેડૂતે પાયાનું ધ્યાન રાખવું પડશે.
 

જરૂરી ડોક્યુમેન્ટ્સ અને બાંહેધરી પત્રક

 
ઓનલાઈન અરજી કરતી વખતે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, જમીનના 7/12  અને 8-અ ના ઉતારા તેમજ સર્વે નંબર જેવી વિગતો તૈયાર રાખવાની રહેશે. આ ઉપરાંત, એક બાંહેધરી પત્રક પણ આપવાનું રહેશે, જેમાં ખેડૂતે સ્વીકારવાનું રહેશે કે તેઓ સ્વખર્ચે તલાવડીનું ખોદાણ કરશે અને ભવિષ્યમાં તેની મરામતની જવાબદારી પણ પોતે જ નિભાવશે. ખેડૂત તલાવડીના મથાળે ૩ મીટર સુધીનો પટ્ટો એન્કરીંગ (પ્લાસ્ટિક ફિક્સિંગ) માટે ગણી શકશે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પાણીપુરી

ગુજરાતી જોક્સ - રાજુભાઈ

ગુજરાતી જોક્સ -વાંચવા માટે

પ્રેગનેંટ દીપિકા પાદુકોણે બૉસી લુકમાં ફ્લોંટ કર્યુ બેબી બંપ, ડાંસ મૂવ્સના દિવાના થયા લોકો, બોલ્યા - દુઆની મમ્માએ કમાલ કરી દીધી

ગુજરાતી જોક્સ -લગ્ન થયા ત્યારે

આગળનો લેખ
Show comments