Biodata Maker

HBD Barak Obama- બરાક ઓબામા પણ હનુમાનજીનાં ભકત છે

શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (00:18 IST)
HBD Barak Obama-  બરાક હુસૈન ઓબામા ( Barack Hussein Obama) જન્મ: 4 ઓગસ્ટ, 1961) યુનાઇટેડ સ્ટેટ્સના 44મા રાષ્ટ્રપતિ રહ્યા છે. તેઓ આ દેશના પ્રથમ અશ્વેત (આફ્રિકન અમેરિકન) રાષ્ટ્રપતિ છે. તેમણે 20 જાન્યુઆરી 2009ના રોજ પદના શપથ લીધા હતા.
 
બરાક ઓબામાનું પૂરું નામ
બરાક ઓબામાનું પૂરું નામ બરાક હુસૈન ઓબામા છે, તેમનો જન્મ 4 ઓગસ્ટ, 1961ના રોજ હવાઈના હોનોલુલુમાં થયો હતો. બરાક ઓબામાના પિતાનું નામ બરાક હુસૈન ઓબામા સિનિયર છે અને તેમની માતાનું નામ સ્ટેનલી એન ડનહામ છે. તેમના પિતા કેન્યાના સફળ અર્થશાસ્ત્રી હતા અને માતા એક કુશળ અમેરિકન માનવશાસ્ત્રી હતા.
 
અમેરિકન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ હનુમાનજીનાં ભકત છે. આ વાત તો જગ જાહેર છે. પણ આપને જાણીને નવાઈ લાગશે કે તેઓ તેમનાં ખીસ્સામાં હનુમાનજીની એક નાનકડી મૂર્તિ રાખે છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે ઓબામાએ તેમની મુલાકાતમાં પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીની પૂત્રી પ્રતિભા અડવાણી સાથે થઈ હતી. 
 
પ્રતિભા અડવાણીએ રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર સમયે ઓબામા સાથે મુલાકાત દરમિયાન તેમને કહ્યું કે, આપણાં વચ્ચે એક સમાનતા છે. ઓબામાએ પુછ્યું શું. તો પ્રતિભાએ કહ્યું હું પણ હનુમાન દાદાની ભકત છું.
આ સાંભળીને ઓબામાએ જણાવ્યું હતું કે, હું હનુમાનની એક મૂર્તિ હમેશાં મારી પાસે રાખુ છું. અને તેમણે આટલું કહેતાં ચાંદીની એક હનુમાનની પ્રતિમા ખિસ્સામાંથી કાઢીને તેને બતાવી હતી.

વધુ જુઓ..

શાહી પુલાવ

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

રોજ જમ્યા પછી 1 લવિંગ ચાવવાથી શુ થાય છે ? જાણી લો તેના ચમત્કારી ફાયદા

તાત્યા ટોપે વિશે નિબંધ

Tips To Keep Curd Fresh Longer: આ રીતે જમાવશો તો ક્યારેય ખાટુ નહિ થાય દહી, જાણી લો સહેલી Trick

વધુ જુઓ..

બોલીવુડનાં સુપરહિટ સિંગરે ગુપચુપ કર્યા લગ્ન, બાળપણની મિત્રને બનાવી હમસફર, ઉત્તરાખંડનાં ગામમાં થયા વિધિપૂર્વક લગ્ન

ગુજરાતી જોક્સ - લંગડો થઈને ચાલ.

ગુજરાતી જોક્સ - દંડ આપુ,

Vishnu Temples- ભારતમાં ભગવાન વિષ્ણુના પ્રાચીન અને ભવ્ય મંદિરો

પિતા ધર્મેન્દ્રના ગયા પછી બદલાઈ ગઈ દેઓલ ફેમિલીની કેમિસ્ટ્રી, બોબી દેઓલે ઈશાન-આહન સાથેના સંબંધો પર તોડ્યુ મૌન

આગળનો લેખ
Show comments