Daily Horoscope
✕

GT vs CSK Final Live: હાર્દિક-ધોનીની ફાઈનલ મેચ પર ખતરો, અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ, ક્રિકેટ રસિકોમાં ભારે નિરાશા

Updated: રવિવાર, 28 મે 2023 (19:48 IST)
IPL 2023 ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. આ મેચમાં વરસાદ અવરોધ બનીને આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. 
અમદાવાદમાં શનિવારથી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે જ જોવા મળી રહી છે. વરસાદે દસ્તક આપી છે અને તેના કારણે 6 વાગ્યાથી સમાપન સમારોહ પણ શરૂ થઈ શક્યો નથી. હવે લેટેસ્ટ અપડેટ મુજબ વરસાદ ખૂબ જોરદાર છે અને જો મેચ 10.10 મિનિટ સુધી શરૂ થશે તો એક પણ ઓવર કાપવામાં આવશે નહીં. તે જ સમયે, 12.26 સુધી, પાંચ ઓવરની રમત માટે કટ-ઓફ સમય છે.
 
ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પડકાર ગુજરાત ટાઇટન્સનો છે જે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહી છે. ગુજરાતની આ સતત બીજી ફાઈનલ છે, જ્યારે CSK તેની રેકોર્ડ 10મી ફાઈનલમાં છે. જો ગુજરાત અહીં ટાઇટલ જીતશે તો તે તેની સતત બીજી ટ્રોફી હશે. સાથે  , CSKની નજર તેના પાંચમા ટાઇટલ પર હશે.
 
નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં ફાઇનલ મેચ જોવા આવેલા લોકો બપોરથી જ સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી લીધો હતો, મેચ શરૂ થાય તે પહેલા જ વરસાદનું વિઘ્ન નડ્યું.  વરસાદથી બચવા લોકો મેટ્રો ટ્રેનના પિલ્લર નીચે ઉભા રહી ગયા હતા. જોકે, ક્રિકેટ રસિકો હજી પણ આશા ધરાવે છે કે કદાચ વરસાદ રોકાય અને આજે મેચ જોવા મળે. જેને લઇને ચાલુ વરસાદ વચ્ચે પણ હજારો લોકો સ્ટેડિયમમાં હાજર છે.

વધુ જુઓ..

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

છઠના તહેવાર પર બિહારની આ ખાસ રેસીપી બનાવો: કચવાની (ચોખાના લાડુ)

પૌષ્ટિક ફણગાવેલી મઠની ઉસળ બનાવવાની રીત

ડાયાબિટીસના દર્દીએ નાસ્તામાં શુ ખાવુ જોઈએ, સવારે બ્લડ શુગરને કેવી રીતે કરશો કંટ્રોલ

વધુ જુઓ..

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

આગળનો લેખ
Show comments