Daily Horoscope
✕

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

Updated: બુધવાર, 26 માર્ચ 2025 (15:04 IST)
Tips To Pick Watermelon : માર્ચ મહિનામાં કડક ધૂપ પોતાની અસર બતાવી રહી છે અને ગરમી દિવસો દિવસ વધતી જઈ રહી છે. ગરમીમાં તરબૂચની માંગ વધી જાય છે. તરબૂચ અનેક જરૂરી વિટામિન અને ખનીજો વિશેષ રૂપથી વિટામીન સી અને એ થી ભરપૂર હોય છે. આ ફળ ગરમીમાં આખો, ત્વચા અને અહી સુધી કે દિલના સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે. તપતી ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો આનુ સેવન કરે છે. 
 
માર્ચનો મહિનો આવતા જ બજારમાં તરબૂચની આવક શરૂ થઈ જાય છે. લોકો તરબૂચ બજારમાંથી ખરીદીને લાવે છે પણ કાપ્યા પછી અનેકવાર મન દુખી થઈ જાય છે જો તરબૂચ કાચુ નીકળે કે મીઠુ ન લાગે.  
 
તરબૂચ કાચુ કે મીઠુ ન નીકળવુ તમારા મૂડ અને પૈસા બંનેને ખરાબ કરે છે પણ જો તમે બજારમાંથી તરબૂચ ખરીદીને લાવી રહ્યા છો તો તમે કાપ્યા વગર તરબૂચ ચેક કરી શકો છો કે તે ગળ્યુ અને પાકુ હશે કે નહી. 
 
જીલ્લા ઉદ્યાન અધિકારીએ જણાવ્યુ કે તરબૂચને આંગળીઓથી વગાડીને તેની ઓળખ કરી શકો છો. તરબૂચની ઉપર તમે આંગળીઓથી મારો છો તો તેની અંદરથી હૉલો સાઉંડ આવે છે મતલબ કે તરબૂચની અંદરથી ખોખલાપણાનો અવાજ આવી રહ્યો છે તો તરબૂચ મીઠુ હશે. 
 
તરબૂચ ખરીદતી વખતે છાલટાથી પણ સાચો અંદાજ લગાવી શકાય છે કે તરબૂચ પાકુ છે કે નહી. જો તરબૂચની ઉપર ધબ્બા જોવા મળી રહ્યા છે તો તમે બિંદાસ તરબૂચ ખરીદી શકો છો. આવુ તરબૂચ નેચરલ રીતે પાકેલુ હશે અને જો તરબૂચ ઉપર વધારે પડતા નિશાન દેખાય કે કાળા ધબ્બા જેવા લાગે તો આવુ તરબૂચ બિલકુલ ન ખરીદશો. 
 
તરબૂચને જલ્દી બજારમાં વેચવાના ચક્કરમાં ખેડૂત અનેકવાર કેમિકલનો પણ ઉપયોગ કરે છે. આવુ તરબૂચ ઓળખવુ પણ જરૂરી છે. જો તરબૂચના છાલટા ઉપર પીળા ધબ્બા જોવા મળી રહ્યા છે તો તેને ખરીદી શકાય છે. પીળા ધબ્બા ધૂપના સંપર્કમા આવવાથી આવી જાય છે. પણ જો તરબૂચની ઉપર ઘટ્ટ લીલો અને નિશાન વગરનુ તરબૂચ છે તો આ વાતની શક્યતા છે કે તરબૂચ કેમિકલથી પકવ્યુ છે.  કેમિકલથી પકવેલુ તરબૂચ તમારા આરોગ્યને નુકશાન પહોચાડી શકે છે.   

વધુ જુઓ..

રોહિત શર્માની ફિલ્ડિંગથી કેપ્ટન શુભમન ગિલ થયા પ્રભાવિત, રન આઉટને ગણાવ્યો મેચનો ટર્નિંગ પોઈન્ટ

ટ્રંપની હારથી ભારત અને ભારતીયોને શુ-શુ થશે લાભ ?

અગ્નિવીરોનો કાર્યકાળ 2 વર્ષ વધ્યો, હવે 6 વર્ષ સર્વિસ, CDS બોલ્યા - પરફોર્મેંસ સારુ હશે તો નોકરી પરમાનેંટ થશે, દેશમાં લગભગ 3.18 લાખ અંગિવીર

IND vs NZ 1st ODI LIVE SCORE: ભારતે ન્યુઝીલેંડને પહેલી વનડેમાં 5 વિકેટથી હરાવ્યુ, વિરાટ કોહલીની હાફ સેંચુરી

વાવાઝોડું 'મુરાસુ' નબળો પડ્યો, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી; જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ

વધુ જુઓ..

Happy Diwali 2026 Wishes in Gujarati : આ દિલ સ્પર્શી લેનારા મેસેજથી પ્રિયજનોને મોકલો દિવાળીની શુભેચ્છા

Diwali Aarti - દિવાળી પૂજા દરમિયાન લક્ષ્મી આરતી કરવી જોઈએ કે નહીં?

Diwali Puja Samagri- દિવાળી લક્ષ્મી પૂજન સામગ્રીની સંપૂર્ણ યાદી

Dhanteras પર ખાલી વાસણ ઘરે લાવવું કેમ અશુભ માનવામાં આવે છે ? જાણો તેની પાછળનું ધાર્મિક કારણ

Dhanteras 2026 - ધનતેરસની પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments