Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે Air Conditioner નું આ મોડ ચાલુ કરશો તો તમારું વીજળીનું બિલ ઓછું આવશે, હજારો રૂપિયાની થશે બચત

બુધવાર, 6 માર્ચ 2024 (22:58 IST)
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળો પણ શરૂ થઈ ગયો છે. શિયાળો હવે નામનો જ છે. ઉનાળો આવતાની સાથે જ ફરી એકવાર પંખા ચાલવા માંડશે. ઓફિસ જેવી ઘણી જગ્યાએ એસી પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે. જો તમે પણ આ ઉનાળામાં ફરી એકવાર તમારું સ્વીચ ઓફ કરેલું એસી ચાલુ કરવા જઈ રહ્યા છો અથવા તમારા ઘર માટે નવું એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થવાના છે. આજે અમે તમને ACના આવા જ એક મોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે હજારો રૂપિયા બચાવી શકો છો.
 
તમે કદાચ જાણતા ન હોય કે એસીમાં ઘણા મોડ આપવામાં આવે છે. મોટાભાગના લોકો એસીનો ઉપયોગ તો કરે છે પણ તેના યોગ્ય મોડનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી. જેને કારણે વીજળીનું બીલ વધવા માંડે છે. આજે અમે તમને એસી  ના એક ખાસ મોડ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેને ચાલુ કરવાથી વીજળી બિલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. જો તમે પણ ઘરમાં એસી નો ઉપયોગ કરો છો તો તેના વિશે જાણવું તમારા માટે જરૂરી છે.
 
એર કંડિશનરમાં હોય છે ઘણા મોડસ 
એર કન્ડીશનમાં ડ્રાય મોડ, હીટ મોડ, સ્લીપ મોડ, કૂલ મોડ અને ઓટો મોડ હોય  છે. આ તમામ મોડ્સ વિવિધ પરિસ્થિતિઓ અને હવામાન અનુસાર સેટ કરવામાં આવે છે. જો તમે આ મોડ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો, તો તમે એસીની લાઈફ તો વધારી શકો છો પરંતુ વીજળીના બિલને પણ વધતા અટકાવી શકો છો. જો તમે પણ એસી બિલથી પરેશાન છો તો તમને જણાવી દઈએ કે તમારે તમારા એસીને ઓટો મોડ પર રાખવું જોઈએ.
 
આ મોડથી લાઈટ બિલ ઓછું આવશે 
તમને જણાવી દઈએ કે તમે તમારા એર કંડિશનરને ઓટો મોડ પર સેટ કરતાની સાથે જ એસીનો ડ્રાય મોડ, કૂલ મોડ અને હીટ મોડ પણ ઓન થઈ જાય છે. એસીનો ઓટો મોડ તાપમાન અનુસાર સ્પીડ અને ઠંડકને આપોઆપ મેનેજ કરે છે. એસી નો ઓટો મોડ એ સેટ કરે છે કે એસી ફેન ક્યારે ચાલશે, કમ્પ્રેસર ક્યારે ચાલુ રહેશે અને ક્યારે બંધ થશે. આ મોડ રૂમના તાપમાનને સતત મોનિટર કરે છે અને તે મુજબ એસી સેટિંગ્સને સમાયોજિત કરે છે.
 
આ રીતે વીજળી બિલમાં થશે ઘટાડો 
જ્યારે રૂમનું તાપમાન ઊંચું હોય છે, ત્યારે એર કન્ડીશનરનો ઓટો મોડ કોમ્પ્રેસર ચાલુ કરે છે અને જ્યારે રૂમ ઠંડુ થાય છે, ત્યારે કોમ્પ્રેસર બંધ થઈ જાય છે. એ જ રીતે, જ્યારે રૂમની હવામાં ભેજ હોય ​​છે, ત્યારે એસીનો ઓટો મોડ ડિહ્યુમિડીફિકેશન મોડને સક્રિય કરે છે. એસીનો ઓટો મોડ એસીને સતત ચાલુ રાખતો નથી જે વીજળી બિલ બચાવવામાં ઘણી મદદ કરે છે. આ મોડ સ્પ્લિટ અને વિન્ડો એસી બંનેમાં જોવા મળે છે.

વધુ જુઓ..

ઉદ્ધવ ઠાકરે પાર્ટી પ્રમુખ પદ છોડવા તૈયાર, કોંગ્રેસમાં પાર્ટીના વિલીનીકરણ પર કહ્યું, 'માતોશ્રી તરફ...'

મમતા બેનર્જીને લાગ્યો મોટો આંચકો, 440 કરોડ રૂપિયાવાળા TMC નાં ત્રણ બેંક એકાઉન્ટ થયા ફ્રીઝ

દરિંદગીની તમામ હદો પાર: 30 વર્ષની મહિલાની સાથે 5 લોકોએ કર્યો સામૂહિક દુષ્કર્મ, સારવાર દરમિયાન ખાનગી અંગમાંથી મળ્યા પથ્થર અને લાકડાના ટુકડા

વર્સોવા બીચ પર રાતે સેંકડો લોકોનું આશ્રય, વાયરલ વીડિયોએ ઉઠાવ્યા મોટા સવાલો

કેદારનાથ ધામમાં ભક્તોનો મહાસાગર! 12.7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

આગળનો લેખ
Show comments