Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks: 4-5 દિવસમાં સડી જાય છે ટામેટા ? તો જાણો તેને 20-25 દિવસ સ્ટોર કરવાની બેસ્ટ રીત

મંગળવાર, 16 જુલાઈ 2024 (15:17 IST)
અનેકવાર ટામેટાના ભાવ ખૂબ વધી જાય છે. આવામાં આપણે સ્ટૉક કરવાના ચક્કરમાં ટામેટા વધુ લઈ આવે છે, પણ આ એવી વસ્તુ છે કે જો તમે તેને યોગ્ય રીતે નહી મુકો તો આ 3-4 દિવસમાં જ સડવા માંડે છે અને ખરાબ થઈ જાય છે. તેથી અમે તમને એવી ખાસ ટ્રિક્સ વિશે બતાવી રહ્યા છે જેનાથી તમે તેને 20થી 25 દિવસ સુધી સાચવીને મુકી શકો છો. 
 
 
1. સૌથી પહેલા તમે માર્કેટમાંથી ટામેટા લઈને આવો તો તેને વોશ કરો 
2. ત્યારબાદ ટામેટાને સ્વચ્છ કપડાથી લૂછી લો 
3.  સ્વચ્છ કપડાથી સાફ કર્યા બાદ ટામેટાના ઉપરનો ભાગ જેને ટામેટાની આઈસ પણ કહેવાય છે તેને ખાવા ન જોઈએ અને તેમા જ હવા જાય છે. જેને કારણે ટામેટા સડવા માંડે છે.  તેથી આ ટામેટાની આઈસને પૈક કરવાના છે. 
 
જાણો કેવી રીતે કરો પૈક ?
 
ટામેટાની આઈસને પૈક કરવાની બે રીત છે. પહેલી રીત છે કે મીણબત્તીની ડ્રોપ ટામેટાના આઈસ પર  પાડતા રહો. જેથી ઉપરનો ભાગ પેક થઈ જશે અને ટામેટા બિલકુલ નહી સડે. 
 
તેનાથી પણ સારી એક રીત છે એ છે ટેપ, જે મોટેભાગે દરેક ઘરમાં મળી જાય છે. દુકાન પરથી સહેલાઈથી ખરીદી શકાય છે. તમે આ ટેપને ટામેટાની આઈસ પર લગાવી દો. બસ એક વાતનુ ધ્યાન રાખો કે ટામેટાની આઈસ એકદમ બંધ હોવી જોઈએ. આ માટે તમારે 3-4 વાર ટેપ લગાડવી પડશે. 
 
ત્યારબાદ તમે કોઈ બોક્સ કે પોલિથિન બૈગમાં મુકીને ફ્રિજમાં મુકી દો. તમારા આ ટામેટા 20-25 દિવસ આરામથી ચાલશે. જ્યરે તમને જરૂર પડે તો ટામેટા કાઢીને તેને ધોઈને આઈસ કાપીને જ તેનો ઉપયોગ કરો. 
 
મીઠુ અને હળદરથી પણ ટામેટાને સ્ટોર કરવામાં મળશે રાહત 
 
ટામેટાને લાંબા સમય સુધી સ્ટોર કરવાની એક વધુ રીત છે. સૌથી પહેલા તમે એક વાસણમાં પાણી લો. આ પાણીમાં 1 ચમચી મીઠુ નાખી દો.  ત્યારબાદ અડધી ચમચી હળદર નખી દો. આ પાણીમાં ટામેટાને સારી રીતે વોશ કરી લો.  તમે તેને વિનેગરના પાણીમાં પણ વૉશ કરી શકો છો. ત્યારબાદ સ્વચ્છ કપડાથી ટામેટાને સારી રીતે લૂંછી લો અને પછી કોઈ પોલિથિન બેગ કે બોક્સમાં મુકીને ફ્રિજમાં મુકી દો. તેનો એક ફાયદો એ પણ છે કે આ પાણીથી ધોવાથી કિટાણુ પણ સાફ થઈ જાય છે. 

વધુ જુઓ..

MI vs RR - રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું, મુંબઈને 30 રનથી હરાવ્યું

કર્ણાટકમાં મોટો અકસ્માત: નદીમાં ડૂબી જવાથી 8 લોકોના મોત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

ભારતમાં 100 નવા ઔદ્યોગિક ઉદ્યાનો બનાવવામાં આવશે, સરકારે ભાવ્ય યોજના માટે મુખ્ય માર્ગદર્શિકા જારી કરી

MI vs RR- રાજસ્થાન આજે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે મુંબઈ સામે ટકરાશે.

તેલંગાણામાં ગરમીએ હાહાકાર મચાવ્યો... ગરમીના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત, સરકારે 4 લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું

વધુ જુઓ..

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 મે 2026

શનિવાર નો મંત્ર

Adhik Maas 1st Saturday Upay: અધિક માસના પહેલા શનિવારે આ એક વસ્તુનું દાન કરો, તેનાથી શનિની સાડા સતી અને ધૈય્યની નકારાત્મક અસરો ઓછી થશે.

Aaj Nu Panchang-આજનુ પંચાગ -23 મે 2026

આગળનો લેખ
Show comments