Dharma Sangrah

Cleaning Tips- પૂજાના વાસણમાં આવી ગઈ છે કાળાશ, ઘરમાં અજમાવો આ 4 ટ્રીક્સ, ચપટીમાં આવશે નવીની જેમ ચમક

Updated: સોમવાર, 27 માર્ચ 2023 (14:18 IST)
How to Clean Worship Utensils Easily: પૂજાના દરમિયાન સાફ-સફાઈની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. પણ હમેશા અમારુ ધ્યાન આ વાત પર નથી જાય છે આ પવિત્ર કાર્યમાં વપરાતા તાંબા, પીતળ અને સ્ટીલના વાસણ કાળા પડી જાય છે. આ વાસણને ચમકાવવા માટે સામાન્ય ડિશવૉશ લિક્વિડ વાપરીએ છે પણ તેનાથી 
પરિણામ સારા નથી મળતા કારણકે કાળા નિશાન રહી જાય છે. જો તમે પણ તેને સાફ કરવા ઈચ્છો છો તો માર્કેટ લઈ જવાની જરૂર નથી. ઘરમાં જ આ કામ ચપટીઓમાં અંજામ આપી શકાય છે. તેના માટે રસોડાની કેટલીજ વસ્તુઓ વાપરવી આ વસ્તુઓથી સાફ કરો પૂજાના વાસણ 
1. બેકિંગ પાઉડર 
બેકિંગ પાઉડરના ઉપયોગ ઘણી વસ્તુઓને સાફ કરવા માટે કરાય છે તમે પૂજાના વાસણ પણ તેની મદદથી ક્લીન કરી શકો છો. તમે એક ટબમાં બેકિંગ પાઉડર અને વૉશિંગ પાઉડરને પાણીમાં મિક્સ કરી લો અને રાતભર વાસણને પલાળવા મૂકી દો. સવારે જાગ્યા પછી સ્ક્રબની મદદથી સાફ કરી લો. 
 
2. આમલી
ભોજનને ચટપટો બનાવવા માટે તમે આમલીનો ઉપયોગ કરી શકો છો તેના માટે શું તમે જાણો છો કે તેની મદદથી તાંબા અને પીતળના વાસણ સાફ કરી શકાય છે. તમે આમલીને પાણીમાં પલાળી અને પછી તેને મસલીને પેસ્ટ તૈયાર કરી લો. હવે પેસ્ટને વાસણ પર લગાવો અને હળવા હાથથી ઘસીને ધોઈ લો. તેનાથી આ નવાની જેમ થઈ જશે. 
 
3. સફેદ વિનેગર 
વિનેગરમાં ક્લીનિંગ પ્રાપર્ટીઝ હોય છે તમે એક ગિલાસ પાણીમાં 2 ચમચી વિનેગર મિક્સ કરી ગેસ પર ઉકાળી લો. હવે તેમાં ડિટર્જેંટ મિક્સ કરી લો. હવે તેની મદદથી પૂજાના વાસણ સાફ કરશો તો તેની ચમક પરત આવી જશે. 
 
4. મીઠુ અને લીંબુ  
મીઠું અને લીંબુનું મિશ્રણ સફાઈ એજન્ટ તરીકે કામ કરે છે. એક બાઉલમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. હવે આ મિશ્રણને બ્રશની મદદથી ગંદા વાસણ પર લગાવો. થોડીવાર માટે છોડી દો. છેલ્લે તેને ગરમ પાણીથી ધોઈને સાફ કરો.
(Edited By -Monica Sahu) 
 

વધુ જુઓ..

Kevda trij pooja samagri- હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજની પૂજા સામગ્રી અને પૂજા વિધિ

2026 માં બ્રિક્સ સમિટનું પરિણામ શું રહ્યું? કયા દેશને ફાયદો થયો અને કયાને નુકસાન થયું? જાણો 5 મુદ્દાઓમાં.

"આપણી વિવિધતા આપણી ઓળખ અને આપણો સહકાર આપણી પ્રેરણા બને," બ્રિક્સ સમિટમાં પીએમ મોદીએ કહ્યું.

આજે અનેક રાજ્યોમાં હવામાન બગડશે, ભારે વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી; IMD એ ચેતવણી જારી કરી

મુંબઈના ટ્રાફિક જામમાં ફસાયેલા નીતિન ગડકરીએ કહ્યું, "આ માટે હું જવાબદાર છું."

વધુ જુઓ..

Kevda trij pooja samagri- હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજની પૂજા સામગ્રી અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -13 સપ્ટેમ્બર, 2026

Hartalika Teej 2026 Wishes: કેવડાત્રીજ 2026 ની શુભકામનાઓ

Ganeshotsav 2026:ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments