Webdunia - Bharat's app for daily news and videos

Install App

Spring Roll- પરફેક્ટ માર્કેટ-સ્ટાઈલ સ્પ્રિંગ રોલ માટે ટિપ્સ

Updated: બુધવાર, 26 ઑગસ્ટ 2026 (12:37 IST)

સામગ્રી

સ્પ્રિંગ રોલની ફિલિંગ માટે:

કોબીજ – 1 કપ બારીક સમારેલી
ગાજર – ½ કપ બારીક સમારેલું
કેપ્સિકમ – ½ કપ બારીક સમારેલું
ડુંગળી – 1 નાની બારીક સમારેલી
લસણ – 1 ચમચી બારીક સમારેલું
સોયા સોસ – 1 ચમચી
ચિલી સોસ – 1 ચમચી
વિનેગર – ½ ચમચી
કાળા મરી પાવડર – ½ ચમચી
મીઠું – સ્વાદ મુજબ
તેલ – 1-2 ચમચી

રોલ માટે:

સ્પ્રિંગ રોલ શીટ – જરૂર મુજબ
મેંદો – 2 ચમચી
પાણી – જરૂર મુજબ
તળવા માટે તેલ

બનાવવાની રીત

સૌપ્રથમ એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો. તેમાં લસણ અને ડુંગળી ઉમેરીને હાઈ ફ્લેમ પર સાંતળો.
હવે ગાજર, કોબીજ અને કેપ્સિકમ ઉમેરો. શાકભાજીને વધુ ન રાંધો, જેથી તેનો ક્રંચ જળવાઈ રહે.
તેમાં સોયા સોસ, ચિલી સોસ, વિનેગર, કાળા મરી પાવડર અને મીઠું ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરીને ગેસ બંધ કરી દો.
એક વાટકીમાં મેંદો અને થોડું પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ રોલને ચોંટાડવા માટે ઉપયોગમાં આવશે.
સ્પ્રિંગ રોલ શીટ પર તૈયાર કરેલી ફિલિંગ મૂકો. બંને બાજુ અંદરની તરફ વાળી રોલને ટાઇટ રીતે વાળો.
છેલ્લી કિનારી પર મેંદાની પેસ્ટ લગાવીને રોલને સારી રીતે સીલ કરો.
કડાઈમાં તેલ ગરમ કરી સ્પ્રિંગ રોલને મધ્યમ-હાઈ ફ્લેમ પર ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
તૈયાર સ્પ્રિંગ રોલને ટિશ્યૂ પેપર પર કાઢી લો અને ગરમાગરમ ચિલી સોસ અથવા શેઝવાન ચટણી સાથે સર્વ કરો.

પરફેક્ટ માર્કેટ-સ્ટાઈલ સ્પ્રિંગ રોલ માટે ટિપ્સ

ફિલિંગ બનાવતી વખતે હાઈ ફ્લેમ રાખવાથી શાકભાજી ક્રિસ્પી રહે છે.
ફિલિંગમાં વધારે પાણી ન રહે તેનું ધ્યાન રાખો, નહીં તો રોલની શીટ નરમ થઈ શકે છે.
રોલને ટાઇટ વાળવાથી તળતી વખતે તેલ અંદર જતું નથી અને રોલ વધુ ક્રિસ્પી બને છે.
તેલ ખૂબ ઠંડું હોય તો સ્પ્રિંગ રોલ વધુ તેલ શોષી લેશે, તેથી તેલ યોગ્ય રીતે ગરમ હોવું જરૂરી છે.

વધુ જુઓ..

ફ્લેશ ફલડ શું હોય છે ? કેમ પર્વતો પરથી અચાનક આવે છે વિનાશનું પૂર

નેપાળમાં આવેલા પુરમાં ઓછામાં ઓછા 105 ભારતીય પર્યટક થયા ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર

31 ઓગસ્ટ સુધી દેશમાં ચોમાસુ સક્રિય રહેશે! 25 રાજ્યોમાં ભારે વરસાદ અને ભારે પવનની ચેતવણી

Gold-Silver Price- સોનાના ભાવ સ્થિર રહ્યા, ચાંદીના ભાવમાં વધારો, તપાસો...

કર્નાટકની ભૂતનાલ તળાવમાં એકસાથે 6 મૃતદેહ મળતાં ચકચાર, 4 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓગસ્ટ 2026

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

ગુજરાતી જોક્સ - રક્ષાબંધનમાં ખૂબ હસાવશે આ જોક્સ

ફૂલ કાજળી વ્રતની કથા

રક્ષાબંધન પર ગુજરાતી ફિલ્મ ગીત - Raksha Bandhan 2026 Gujarati Songs

આગળનો લેખ
Show comments