Daily Horoscope
✕

સાંજના નાસ્તા માટે પરફેક્ટ છે પાપડી ચાટ, આ રીતે બનાવશો તો બહારની ચાટ પણ ભૂલી જશો

Updated: મંગળવાર, 8 સપ્ટેમ્બર 2026 (14:49 IST)

સામગ્રી

20-25 તૈયાર પાપડી
1 કપ બાફેલા બટાકા
1/2 કપ બાફેલા ચણા
1/2 કપ દહીં
1/4 કપ લીલી ચટણી
1/4 કપ મીઠી ખજૂર-આમલીની ચટણી
1 નાની ડુંગળી, ઝીણી સમારેલી
1 નાનું ટામેટું, ઝીણું સમારેલું
1/2 ચમચી ચાટ મસાલો
1/2 ચમચી શેકેલું જીરું પાઉડર
1/4 ચમચી લાલ મરચું પાઉડર
સ્વાદ મુજબ મીઠું
સેવ જરૂર મુજબ
કોથમીર ઝીણી સમારેલી
ALSO READ: ચટપટા અને મસાલેદાર શેજવાન પોહા

બનાવવાની રીત

સૌપ્રથમ બાફેલા બટાકાને છોલીને નાના ટુકડામાં કાપી લો. બાફેલા ચણાને પણ તૈયાર રાખો.
એક પ્લેટમાં પાપડી ગોઠવો. દરેક પાપડી પર થોડા બાફેલા બટાકા અને ચણા મૂકો.
હવે તેના પર ફેંટેલું દહીં સરખી રીતે રેડો.
ALSO READ: બચેલી રોટલીમાંથી બનાવો ક્રિસ્પી રોટલી કટલેટ
ત્યારબાદ લીલી ચટણી અને મીઠી ખજૂર-આમલીની ચટણી ઉમેરો.
ઉપરથી સમારેલી ડુંગળી, ટામેટાં, ચાટ મસાલો, શેકેલું જીરું પાઉડર, લાલ મરચું અને મીઠું છાંટો.
અંતે ભરપૂર સેવ અને ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો.
તૈયાર છે તમારી ચટપટી અને સ્વાદિષ્ટ પાપડી ચાટ. તેને તરત જ સર્વ કરો, જેથી પાપડી ક્રિસ્પી રહે.
ખાસ ટિપ્સ
 
પાપડી ચાટને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે દહીં થોડું ઠંડું અને સારી રીતે ફેંટેલું રાખો. ચટણી અને સેવ પીરસતા પહેલાં જ ઉમેરશો તો ચાટનો સ્વાદ અને ક્રંચ બંને જળવાઈ રહેશે.

વધુ જુઓ..

કમજોર બજારમાં પણ જિયો IPO નો દબદબો: ₹7.40 લાખ કરોડની રેકોર્ડબ્રેક ડિમાન્ડ

રેપનાં આરોપીએ કોન્સ્ટેબલનાં હાથમાં બચકું ભર્યું, મેડિકલ ટેસ્ટમાં HIV પોઝીટીવ નીકળ્યો, પોલીસ કર્મચારીની હાલત ખરાબ

ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: 14 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂક

ભૂપેન્દ્ર પટેલે રચ્યો ઇતિહાસ: સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રીઓની યાદીમાં વિજય રૂપાણીને છોડ્યા પાછળ

જિયો IPO નો વિશ્વ રેકોર્ડ, 1.38 કરોડથી વધુ અરજી અને 22 ગણાથી વધુ સબ્સક્રીપ્શન

વધુ જુઓ..

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 ઓક્ટોબર, 2026

શનિવારના દિવસે ૩ સ્થાન પર દીવો પ્રગટાવવો અત્યંત શુભ, રોગો-દોષ થી મળી શકે છે મુક્તિ

HAPPY SHARAD PURNIMA WISHES: આ 10 સંદેશા દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શરદપૂનમની શુભેચ્છા, પૂનમની પ્યારી પ્યારી રાત....

આગળનો લેખ
Show comments