Daily Horoscope
✕

Unhealthy Breakfast - સવારના બ્રેકફાસ્ટમાં જો તમે ખાશો આ વસ્તુ તો થઈ જશો તમે ડાયાબિટિસના શિકાર

Updated: મંગળવાર, 5 ડિસેમ્બર 2023 (16:12 IST)
unhealthy breakfast
Unhealthy Breakfast - સવારે ઉઠ્યા બાદ લોકો તરત જ નાસ્તો કરી લે છે, જેથી તેમને એનર્જી મળે છે. ખરેખર, સવારે આપણું શરીર ઉપવાસની અવસ્થામાં હોય છે અને ચયાપચય ખૂબ જ નબળું હોય છે.આપણે સવારે ખૂબ ભૂખ્યા હોઈએ છીએ. એટલા માટે આપણે ઘણીવાર એવી વસ્તુઓ ખાઈએ છીએ અને પીતા હોઈએ છીએ જે આપણને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે સવારે જે વસ્તુઓનું સેવન કરો છો તે તમારા માટે કેટલી હાનિકારક સાબિત થઈ શકે છે. આવો અમે તમને જણાવીએ કે સવારે ઉઠીને તમારે કઈ વસ્તુઓનું સેવન બિલકુલ ન કરવું જોઈએ
 
પૅનકૅક્સ અને મીઠી વસ્તુઓ: તમારે સવારે પૅનકૅક્સનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. નાસ્તામાં મીઠી વસ્તુઓ ન ખાવી જોઈએ. સવારે મીઠી વસ્તુઓ ખાવાથી તમારું શુગર લેવલ વધી શકે છે અને ભવિષ્યમાં તમે ડાયાબિટીસનો ભોગ બની શકો છો. તૈયાર કરેલા જ્યુસ અને એનર્જી ડ્રિંક્સઃ સવારના નાસ્તામાં ક્યારેય પણ તૈયાર જ્યુસ કે એનર્જી ડ્રિંક ન પીવો. તૈયાર કરેલા રસમાં ઘણી બધી ખાંડ હોય છે. આ પીવાથી તમને ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે. સાથે જ એનર્જી ડ્રિંક પણ બ્લડ શુગર વધારે છે 
 
પૈક્ડ જ્યુસ અને એનર્જી ડ્રિંક્સઃ સવારના નાસ્તામાં ક્યારેય પણ તૈયાર જ્યુસ કે એનર્જી ડ્રિંક ન પીવો. પૈક્ડ જ્યુસમાં ઘણી બધી ખાંડ હોય છે. આ પીવાથી તમને ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે. સાથે જ એનર્જી ડ્રિંક પણ બ્લડ શુગર વધારે છે.
 
બ્રેડ અને જૈમ - કેટલાક લોકો સવારના સમયે નાસ્તામાં બ્રેડ અને જૈમ ખાવી પસંદ કરે છે. અનેકવાર તો બાળકોના ટિફિનમાં લોકો બ્રેડ અને જૈમ પૈક કરીને આપે છે. પણ શુ  તમે જાણો છો કે બ્રેડ અને જેમમાં ફૈટ અને શુગર ખૂબ માત્રામાં હોય છે.  જે આગળ જઈને તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.  તેથી જો તમને આરોગ્યપ્રદ રહેવુ છે તો ક્યારેય પણ બ્રેડ અને જૈમ ન ખાશો. 
 
ચા અને કોફી - કેટલાક લોકો સવાર સવારે સૌથી પહેલા ચા કે કોફી પીવે છે. જો તમે પણ આવુ કરો છો તો આ આદત આજથી જ બદલી નાખો.  ખાલી પેટ ચા કે કોફી પીવાથી એસિડ બને છે જેને કારણે તમને ગેસ, બળતરા અને સોજાની સમસ્યા થઈ શકે છે. કોફીમાં ઘણા માત્રામાં કૈફીન જોવા મળે છે. કૈફીનનુ સેવન આરોગ્ય માટે ખૂબ જ વધુ હાનિકારક હોય છે. 

Edited by - Kalyani Deshmukh 
 

વધુ જુઓ..

સરકારે 100% ઇથેનોલ E100 ઇંધણને મંજૂરી આપી; પેટ્રોલથી ચાલતા વાહનોમાં તેનો ઉપયોગ નહીં થાય

"જ્ઞાનેશ કુમારને હટાવો, આંદોલન 30 સેકન્ડમાં બંધ થઈ જશે..." રાહુલ ગાંધીનો દિલ્હીના વેપારીઓને જવાબ

દિવાળી પહેલા સુકા ફળો 500 સુધી મોંઘા થઈ ગયા છે. જમ્મુમાં બદામ અને પિસ્તાના ભાવ શું છે?

દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને હેક્ટરદીઠ ચૂકવાશે આટલા રૂપિયાની સહાય

પિતાનો મૃતદેહ 5 દિવસ સુધી ઘરમાં બોક્સમાં સડી રહ્યો હતો... પુત્રીએ બોયફ્રેન્ડ સાથે મળીને તેની હત્યાનું કાવતરું ઘડ્યું, આ કારણ બહાર આવ્યું

વધુ જુઓ..

Rama Ekadashi 2026 Date: ક્યારે છે રમા એકાદશીનુ વ્રત, જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓક્ટોબર 2026

Kali Chaudas 2026 : કેમ ઉજવાય છે કાળી ચૌદસ ? જાણો શુભ મુહુર્ત, મહત્વ અને કાળી ચૌદસની પૌરાણિક કથા

Dhanteras 2026 : જાણો ધનતેરસનુ મહત્વ પૂજા વિધિ અને ધનતેરસ પર શુ ખરીદવુ શુ નહી ?

વાલ્મીકિ જયંતિ 2026- "મરા-મરા" નો સતત જાપ રામ નામ કેવી રીતે બન્યો? ડાકુ રત્નાકર ઋષિ વાલ્મીકિ બનવાની અદ્ભુત વાર્તા વાંચો.

આગળનો લેખ
Show comments