Daily Horoscope
✕

Mango- કેરી વિશે નિબંધ

Updated: બુધવાર, 4 મે 2022 (17:26 IST)
કેરીના રસનો કટોરો ભરેલો હોય તો કોઇ પણનું મન લલચાઇ જાય છે. હાલ કેરીની સીઝન ચાલી રહી છે. શ્રી ખંડ સામે કેરીનો રસ બરાબરની ફાઇટ આપે છે. પણ એક વાત યાદ રાખજો- માત્ર કેરીનો રસ જ નહિ, આંબાના વૃક્ષના તમામ ઘટકો ઔષધીય ગુણોથી ભરપુર છે. આવો, કેરીની અથથી ઇતિ સુધીની ઝલક માણીએ.

વિશ્વમાં કેરીની પ૦૦ જાતો
- પાકી કેરીની છાલ-મધ-આદુના પ્રયોગથી શરીરનું શુદ્ધિકરણ થાય
- ગોટલીનું ચૂર્ણ શરીરે લગાવવાથી પરસેવો બંધ થાય
-આંબાના પાંદડાના રસથી રકતાતિસાર મટે
- આંબાની અંતર છાલ, મૂળિયા, ગુંદ, મોર, ગોટલી, કાચી-પાકી કેરીના અનેક પ્રયોગો
 
 
નામો
ગુજરાતીમાં - કેરી, હિન્દીમા - આમ, સંસ્કૃતમાં - આમ્રફલ, ઈગ્લિંશમાં - મેંગો, લેટિન - મેંગીફેરા ઈંડિકા
 
ઓળખ
 
આંબાના વૃક્ષો ભારતમાં સર્વત્ર થાય છે. સૌરાષ્ટ્રમાં ગીરની કેસર કેરી પ્રખ્‍યાત છે. જંગલી, દેશી અને કલમી આંબાની જાતો છે. જંગલી અને દેશી આંબાના ઝાડ ખુબ જ મોટા થાય છે. કલમી આંબાના ઝાડ નાના હોય છે. જંગલી અને દેશી આંબાની ગોટલી વાવી થાય છે. ગોટલીમાંથી થયેલ આંબો ૧૦૦ વર્ષથી વધુ જીવે છે. આંબામાં દર વર્ષે ઉનાળામાં કેરીનો પાક આવે છે. કેરીને ઘાસના દાબમાં રાખીને પકવાય છે. ભારતમાં આંબાના ઝાડથી સૌ કોઇ પરીચીત છે.
 
ઔષધ
 
આંબો ઝાડા, કોલેરાની દવા છે. કેરી નબળાઇનું ઔષધ છે. ફળોની રાણી અને સર્વપ્રીય છે.
 
ઉપયોગી અંગો
 
આંબાની અંતર છાલ, ગુંદ, પાન, મોર (ફુલ), ફળ, ગોટલી, આંબાના મુળમાં ઔષધીગુણો છે.
 
ગુણધર્મો
 
આંબો મધુર, શીતળ, ધાતુવર્ધક, ત્રિદોષનાશક, વીર્યવર્ધક, બળકર, પુષ્ટીકર, ક્રાંતિવર્ધક, વાયુ, શ્વાસ, હરસ, પ્રદર, અરૂચી, પિત, દાહ, લોહીના ઝાડા, તાવ મટાડે છે. આંબાના પાન અને ગોટલી કફ, પિતનાશક, ઝાડા, પાચનવિકાર નાશક છે. આંબાની છાલ શીતળ, તુરી, મલાવરોધક છે. આંબાના પાકા ફળો (કેરી) બળવર્ધક, મુદુ, રેચક, પુષ્ટીકારક છે. આંબાના કાચા ફળો પાચક છતા વધુ સેવન કરવાથી લોહીવિકાર, અંગતોડ, જવર અને આંચકી ઉત્‍પન્ન કરનારા છે.
 
કેરીની જાતો
 
કેશર, આફુસ(હાફુસ), માણેક, તોતાપુરી, લંગડો, નીલમ, જમાદાર, માલગોવા, રાજભોગ, દશેરી, દશહરી, દાડમી, સફેદા, બદામી, દાડમીયા, સરદાર, સિંદુરીયા, રત્‍નાગીરી, રાજાપુરી વિશ્વમાં કેરીની પ૦૦ ઉપરાંતની જાતો છે.
 
તત્‍વો
 
કાચા ફળોમાં પાણી, સેલ્‍યુલોઝ, પોટાશ, ટાર્ટરીક, સાઇટ્રીક અને ગેલીક એસીડ છે. પાકા ફળોમાં પાણી, કાર્બન બાય સલ્‍ફાઇડ, ગેલીક, એસીડ, સાઇટ્રીક એસીડ, ટેનીન, ચરબી, ગુંદર, શર્કરા, સ્‍ટાર્ચ, વિટામીન-સી, એ, રંગીન પદાર્થ છે.

વધુ જુઓ..

20 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી, બંગાળની ખાડીમાં ચક્રવાતની આગાહી

મોદી ચોથી વખત પીએમ બનશે, યુપીમાં ભાજપનો દબદબો, લખનૌમાં શાહની ગર્જના

વાવાઝોડા અર્ણબ પછી, 'મુરાસુ' ચેતવણી: 3 નવેમ્બરે લેન્ડફોલ. આ અઠવાડિયે દેશભરમાં હવામાન કેવું રહેશે તે જાણો.

દિલ્હીમાં સૌથી ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો, 75 વર્ષ પછી તાપમાન 20.7 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું

Panchkula School : પંચકુલાની શાળામાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીની ક્રૂરતા! 6 વર્ષની બાળકીને લાત-મુક્કા માર્યા, પછી ઈંટોથી કર્યો હુમલો; CCTVમાં કેદ થઈ ભયાનક ઘટના

વધુ જુઓ..

Diwali 2026: દિવાળીની સફાઈ કરતી વખતે આ 5 વસ્તુઓ ભૂલથી પણ ફેંકશો નહીં, માન્યતા છે કે ઘરની સુખ-સમૃદ્ધિ થઈ શકે છે દૂર

Ravi Pushya Nakshtra- રવિ પુષ્ય નક્ષત્રમાં શું કરવું જોઈએ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 નવેમ્બર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 ઓક્ટોબર, 2026

Diwali Puja Samagri- દિવાળી લક્ષ્મી પૂજન સામગ્રીની સંપૂર્ણ યાદી

આગળનો લેખ
Show comments