Daily Horoscope
✕

Gold Record High: સોનું 1600 રૂપિયા ઉછળીને રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યું, આઝાદી સમયના બિલ જોઈને તમે પણ દંગ રહી જશો

Updated: શનિવાર, 14 જાન્યુઆરી 2023 (22:54 IST)
Gold Price Today: છેલ્લા કેટલાક દિવસોથી જેની અપેક્ષા હતી તે જ થયું છે. છેવટે, સોનું અત્યાર સુધીના રેકોર્ડ રેટ પર પહોંચી ગયું છે. ચાંદી પણ 68,000 આસપાસ કારોબાર કરી રહી છે. ઓગસ્ટ 2020 માં, કોરોના સમયે, સોનાના દરે 56,200 રૂપિયાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ લગભગ અઢી વર્ષ બાદ તૂટ્યો છે. આ દરમિયાન, એક વખત સોનું લગભગ 49,000 રૂપિયા સુધી નીચે આવી ગયું હતું. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોનું 365 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 56462 રૂપિયા પર પહોંચી ગયું હતું.
 
સોનું રૂ.56462 પર પહોંચ્યું  
છેલ્લા લગભગ 2 અઠવાડિયામાં સોનાના ભાવમાં ઝડપથી વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ, સોનું 30 ડિસેમ્બર, 2022 (શુક્રવાર) ના રોજ 54867 ના સ્તરે બંધ થયું હતું. પરંતુ શુક્રવારે એટલે કે 13 જાન્યુઆરી (શુક્રવાર)ના રોજ તે વધીને 56462 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. આ રીતે 1 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી પ્રતિ 10 ગ્રામ 1595 રૂપિયાનો વધારો થયો છે.
 
  62,000 રૂપિયા સુધી પહોચી શકે છે ભાવ 
 
નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી સમયમાં સોનું રૂ.62,000ના સ્તર સુધી જઈ શકે છે. એ જ રીતે ચાંદી પણ રૂ.80,000 સુધી પહોંચવાની ધારણા છે. શુક્રવારના ટ્રેડિંગ દરમિયાન 23 કેરેટ સોનાનો ભાવ 56236 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટનો ભાવ 51719 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટનો ભાવ 42347 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. 999 શુદ્ધતાની ચાંદી 68115 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
 
છેલ્લા કેટલાક વર્ષોમાં સોનામાં રેકોર્ડ વધારો
છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. આઝાદી પછીના 1950ના દર જોશો તો દંગ રહી જશો. તે સમયે સોનાનો ભાવ માત્ર 99 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ગત દિવસોમાં 1959માં સોનાની ખરીદીનું બિલ પણ વાયરલ થયું હતું. તે સમયે સોનું 113 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. એટલે કે 9 વર્ષમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 14 રૂપિયાનો વધારો થયો હતો. 1970માં આ દર વધીને 184.50 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો.
 
 
આઝાદી પછી સોનાનો દર
 
રૂ. 1950-99 પ્રતિ 10 ગ્રામ
રૂ. 1960-112 પ્રતિ 10 ગ્રામ
રૂ. 1970-184.5 પ્રતિ 10 ગ્રામ
રૂ. 1980-1330 પ્રતિ 10 ગ્રામ
1990-3200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
2000-4400 પ્રતિ 10 ગ્રામ
2010-18, રૂ. 500 પ્રતિ 10 ગ્રામ
2020-56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
2022-55000 પ્રતિ 10 ગ્રામ
જાન્યુઆરી 2023- રૂ 56462 પ્રતિ 10 ગ્રામ

વધુ જુઓ..

શુ લીંબુ પાણી પીવાથી ખરેખર ઝડપથી વજન ઘટે છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

Diwali Snacks Planning for Working Women- વર્કિંગ વુમન માટે દિવાળી નાસ્તા પ્લાનિંગ

કરવા ચોથના વ્રતનો ઉપવાસ છોડતી વખતે અથવા પૂજામાં નૈવેદ્ય ધરાવવા માટે સ્વાદિષ્ટ શીરો અને ફૂલેલી, નરમ પૂરીનો પરંપરાગત ખૂબ જ લોકપ્રિય છે

દિવાળી સ્પેશિયલ પરંપરાગત રેસીપી

કરવા ચોથ પર સૂર્યોદય પહેલા સરગી ખાવાની પરંપરા

વધુ જુઓ..

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments