Webdunia - Bharat's app for daily news and videos

Install App

મીનાવાડા ગામ દશામાનુ મંદિર

Updated: સોમવાર, 10 ઑગસ્ટ 2026 (17:03 IST)
ડાકોરથી આશરે 25 કિમી દૂર આવેલ મીનાવાડા ગામમાં આવલે દશામાંનું ભવ્ય મંદિર વિશે વાત. 
કરવામાં આવે તો તે રાજ્યમાં એક મોટું આસ્થાનું સ્થાન રહેલું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અહીંયા હજારોની નહિ પણ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પોતાની માનતા પુરી કરવા આવે છે.એવું કહેવામાં આવે છે કે ખેડા જિલ્લામાં મીનાવાડા ગામ આવેલું છે તે ગામમાં દશામાનું મંદિર આવેલું છે આજથી 700 વર્ષ પહેલા ત્યાં મિનર નામનું શહેર હતું પરંતુ પૂર આવવાના કારણે આ શહેર ડૂબી ગયું હતું.આ પછી મીનાવાડાના નામનું નાનું ગામ વસ્યું હતું.
 
એવું કહેવાય છે કે મીનાવાડા ગામની પાસે એક નદી જાય છે જ્યાં વર્ષો પહેલા પથ્થર તરીકે પૂજાતા હતા માતા દશામાં.,પરંતુ આજે ત્યાં મંદિર બની ગયું છે.સ્થાનિક લોકો દ્વારા માતાજીએ કળયુગમા આપેલા કેટલાક દાખલા પણ જોવા મળી રહ્યા છે.ત્યાના સ્થાનિકો એવું જણાવી રહ્યા છે કે વર્ષ 1995માં ગામની એક દીકરી જે દશામાંની ભક્ત હતી અને શ્રાવણ માસમા દશામાંના વ્રત કરતી હતી.ત્યારે એક દિવસ મહોર નદીના ખેતરોમા ભેસો ચરાવી પરત સાંજે ફરી રહી હતી.ત્યારે તેની ભેસો ખડીયાતમા ફસાઈ ગઈ હતી.ત્યારે દશામાંની આરતીનો નિત્યક્રમનો સમય થઇ જતા તે દીકરીએ માતા દશામાંને ભેશો બહાર કાઢવા તેમજ આરતી સમયસર કરી હતી.આ મંદિરમાં નાત જાત કે અમીર હોય કે ગરીબ હોય કોઈ જોવામાં આવતું નથી.  
આ મંદિરમાં ભક્તો માટે હંમેશા દ્વાર ખુલ્લા હોય છે.મંદિરમાં ભક્તોની ભીડ હોવાને કારણે મંદિરમાં લાઈનમાં ઉભા રહીને દર્શન કરવા પડે છે.એવું કહેવામાં આવે છે કે દશામાના ખાલી દર્શન કરવાથી તમામ ચિંતાઓ દૂર થાય છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આજ ગામની શારદા નામની એક દીકરીને દશામાંએ દર્શન આપ્યા હતા.તમને જણાવી દઈએ કે મંદિરમા દર્શન કરવાથી વાજણાંના ઘરે પારણા બંધાય છે અને મનની બધી ઈચ્છા માતાજી પૂર્ણ કરે છે.ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને અન્ય શહેરોમાંથી ભક્તો માતાના દર્શન માટે આવે છે.ખાસ કરીને શ્રાવણ માસમા દશામાંના વ્રત કરવામાં આવે છે અને તે સમયે હજારો લોકો આ મંદિરમાં માતાના દર્શન કરવા આવે છે.
આ મંદિરે લાખો લોકો દર્શને આવતા હોય છે આ મંદિરનો વિકાસ બજારની નજીક કરવામાં આવ્યો છે.એવું કહેવાય છે કે મીનાવાડા ગામની પાસે એક નદી જાય છે જ્યાં વર્ષો પહેલા પથ્થર તરીકે પૂજાતા હતા માતા દશામાં પરંતુ આજે ત્યાં મંદિર બનાવામાં આવ્યું છે.આ મંદિરમાં નાત જાત કે અમીર હોય કે ગરીબ હોય કોઈ જોવામાં આવતું નથી આ મંદિરમાં ભક્તો માટે હંમેશા દ્વાર ખુલ્લા હોય છે.મંદિરમાં ભક્તોની ભીડ હોવાને કારણે મંદિરમાં લાઈનમાં ઉભા રહીને દર્શન કરવા જવા દેવામાં આવે છે.દશામાના ખાલી દર્શન કરવાથી તમામ ચિંતાઓ દૂર થાય છે.આ મંદિરમાં ફોટો પાડવાની અને વિડિઓ ઉતારવાની મનાઈ છે.આ મંદિરના નિર્માણ પાછળ પણ એક કથા છુપાયેલી છે.કહેવાય છે કે ૧૯૯૫માં આજ ગામની શારદા નામની એક દીકરીને દશામાંએ દર્શન આપ્યા હતા.જયારે આ વાતની જાણ થતા લોકો દૂર દૂરથી મીનાવાડા ગામે દર્શને આવવા લાગ્યા તેમ તેમ આ મંદિર નું નિર્માણ થવા લાગ્યું અને અત્યારે મંદિરનો સારો એવો વિકાસ થયો છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ગણેશોત્સવમાં પ્રસાદ માટે અથવા ઉપવાસમાં ખાવા માટે ઉત્તમ વિકલ્પ 'માવા મખાના ખીર'

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

કેવડા ત્રીજ પર ગ્લેમરસ લુક મેળવવા માટે અજમાવો આ ખાસ મેકઅપ કરવાની રીત

ગણેશોત્સવ માટે ખાસ નૈવેદ્ય: મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવો કેળા-બેસનનો હલવો Banana Besan Halwa

Baby Girl names- ગણેશના નામ પરથી રાખવામાં આવેલા 6 સુંદર નામો, જેનો અર્થ થાય છે

આગળનો લેખ
Show comments