Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહના 75 વર્ષના નિવેદનથી હવે ભાજપના નેતાઓમાં તહેવાર જેવો માહોલ

સોમવાર, 21 ઑગસ્ટ 2017 (13:09 IST)
ગુજરાતમાં ભાજપમાં જાણે હવે દિવાળી આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ભોપાલમાં કરવામાં આવેલી જાહેરાતથી સ્પષ્ટ પણે એવું લાગી રહ્યું છે કે ભાજપના આધેડ વયના નેતાઓને હવે ચાંદી જ ચાંદી છે. અગાઉ પૂર્વ સીએમ આનંદીબેન પટેલને ઉંમરને લઈને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું પણ હવે તેમની ઉંમરના અનેક નેતાઓ ફરીપાછા માર્કેટમાં સક્રિય થઈ જશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભોપાલમાં એ‌વું નિવેદન કર્યુ હતું કે 75 વર્ષથી વધુ વયના સભ્યો ચૂંટણી લડી શકે નહીં તેવો કોઇ પાર્ટીમાં નિયમ નથી, પાર્ટીમાં દરેક વ્યકિત ચૂંટણી લડી શકે છે. 

એક સમયે વયને કારણે ટીકીટ કપાશે તેવું માની બેઠેલા ચાર ધારાસભ્યોએ તો પાર્ટી હુકમ કરે તો ચૂંટણી લડવા તૈયાર હોવાનું ખોખારીને કહ્યું હતું. શાહના આવા નિવેદન સાથે જ પાર્ટીમાં તેમની વિરૂધ્ધ ગણાતા આનંદીબેન માટે પણ ચૂંટણી લડવાનો માર્ગ ખુલ્લો થયો છે. 75 વર્ષ પુર્ણ કરનાર ગુજરાતમાંથી ભાજપનું પ્રતિનિધિત્વ કરતા બે સાંસદો લાલકૃષ્ણ અડવાણી અને લીલાધર વાઘેલા છે. ધારાસભ્યોમાં ઘાટલોડિયા વિધાનસભામાંથી ચૂંટાનાર આનંદીબેન પટેલ, ઉંઝાના નારણભાઇ લલ્લુભાઇ પટેલ, સુરતના ઉધનાના નરોત્તમ પટેલની ઉંમર 75 વર્ષ પુરી થઇ ગઇ છે. જયારે 75 વર્ષ નજીક ગણાય તેવા રાજયકક્ષાના વાહન વ્યવહાર મંત્રી અને અમદાવાદના ઠક્કરબાપાનગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયા, ગણદેવીના ધારાસભ્ય મંગુભાઇ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરુંનો સમાવેશ થાય છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- ફેસબુકનો પ્રેમ

ગુજરાતી રમૂજી જોક્સ- રસ નથી

ગુજરાતી જોક્સ - આજના મજેદાર જોકસ

ગુજરાતી જોક્સ -લંડનની યાત્રાનુ ઈનામ

પૈસા જોઈએ તો બાપ છે, સાવકા ભાઈ પ્રતિક પર વરસ્યા આર્ય બબ્બર, પિતાના અપમાનથી દુભાયુ દિલ, સાર્વજનિક રીતે સાધ્યુ નિશાન

આગળનો લેખ
Show comments