Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Ozone Day 2023 : કેમ ઉજવાય છે ઓઝોન દિવસ ? જાણો ધરતી પર જીવન માટે કેમ જરૂરી છે ઓઝોન લેયર

શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (18:10 IST)
World Ozone Day 2023 - ઓઝોન દિવસ (World Ozone Day) દરે વર્ષે આખી દુનિયામાં 16 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. આ વર્ષે ઓઝોન દિવસ 2020ની થીમ 'જીવન માટે ઓઝોન : ઓઝોન લેયર સંરક્ષણના 35 વર્ષ'  છે. ઓજોન દિવસનો ઉદ્દેશ્ય ઓજોન પરતના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવાનો છે. ઓઝોન લેયર ઓઝોન અણુઓની એક લેયર છે જે 20થી 40 કિમીની અંદર વાયુમંડળમાં જોવા મળે છે. ઓઝોન લેયર પૃથ્વીને સૂર્યના હાનિકારક અલ્ટ્રા વાયલટ કિરણોથી બચાવવાનુ કામ કરે છે. ઓઝોન  લેયર વગર જીવન સંકટમાં પડી શકે છે. કારણ કે અલ્ટ્રા વાયલટ કિરણો જો સીધી ધરતી પર પહોંચી જાય તો તે મનુષ્ય, વૃક્ષ  છોડ અને જાનવરો માટે પણ ખૂબ ખતરનાક બની શકે છે. આવામાં ઓઝોન લેયરનુ સંરક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓઝોન લેયરને માણસો દ્વારા બનાવેલ કેમિકલ્સથી ઘણુ નુકશાન થાય છે.  આ કૈમિકલ્સથી ઓઝોનની લેયર પાતળી થઈ રહી છે.  ફેક્ટરી અને અન્ય ઉદ્યોગમાંથી નીકળનારા કેમિકલ્સ હવામાં ફેલાઈને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. ઓઝોન લેયર બગડવાથી જળવાયુ પરિવર્તન થઈ રહ્યુ છે. આવામાં હવે ગંભીર સંકટને જોતા દુનિયાભરમાં તેના સંરક્ષણને લઈને જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.  
 
કેમ ઉજવાય છે ઓઝોન દિવસ 
 
વર્ષ 1985માં સૌથી પહેલા બ્રિટિશ અંટાર્કટિક સર્વના વૈજ્ઞાનિકોએ અંટાર્કટિકની ઉપર ઓઝોન પરતમાં એક મોટા કાણાની શોધ કરી હતી.  વૈજ્ઞાનિકોને જાણ થઈ કે તેની જવાબદાર વક્લોરોફ્લોરોકાર્બન (CFC) ગેસ છે. જ્યારબાદ આ ગેસના ઉપયોગ પર રોક લગાવવા માટે દુનિયાભરના દેશોમાં સહમતિ બની અને 16 સપ્ટેમ્બર 1987માં મૉંટ્રિયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જ્યારબાદથી ઓઝોન લેયરના સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસાભાએ વર્ષ 1994માં 16 સપ્ટેમ્બરની તારીખને આંતરરાષ્ટ્રીય  ઓઝોન દિવસ ઉજવવાનુ એલાન કર્યુ. પહેલીવાર વિશ્વ ઓઝોન દિવસ વર્ષ 1995માં ઉજવવામાં આવ્યો હતો. જ્યારબદ દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. 
 
શુ છે ઓઝોન લેયર 
 
ઓઝોન લેયર પૃથ્વીના વાયુમંડળની એક પરત છે. ઓઝોન લેયર આપણને સૂરજમાંથી નીકળનારા અલ્ટ્રાવયરેટ કિરણોથી બચાવે છે. ઓઝોનની લેયરની શોધ 1913માં ફ્રાંસના ભૌતિકવિદો ફૈબરી ચાર્લ્સ અને હેનરી બ્રુસોનએ કરી હતે. ઓઝોન (O3)ઓક્સીઝનના ત્રણ પરમાણુઓમાંથી મળીને બનનારી એક ગેસ છે. જે વાયુમંડળમાં ખૂબ ઓછી માત્રામાં   0.02%માં જોવા મળે છે. ધરતીથી 30-40  કિમીની ઊંચાઈ પર ઓઝોન ગેસનો  91% ભાગ એકસાથે મળીને ઓઝોનની લેયરનુ નિર્માણ કરે છે. 

વધુ જુઓ..

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Lucknow ચારબાગ રેલ્વે સ્ટેશન પર અકસ્માત, ટીન શેડ ધરાશાયી થતાં 3 ઘાયલ

વધુ જુઓ..

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments