Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Updated: ગુરુવાર, 21 ઑગસ્ટ 2025 (15:13 IST)
-સૌ પ્રથમ ઘરની મહિલાએ એક પાટલા પર સ્વસ્તિક બનાવવુ, ત્યારબાદ પાટલા પર ચોખા પાથરો અને ત્યારબાદ તેના પર પીળા કે ગુલાબી કે લાલ રંગનુ કોઈ નવુ વસ્ત્ર પાથરો.
- પછી જ્યા ગણેશજીની સ્થાપના કરી હોય એ સ્થાન પરથી તેમને ઉઠાવીને આ પાટલા પર બેસાડો
- ગણેશજીને વિરાજમાન કર્યા પછી પાટિયા પર ફળ, ફુલ અને પાંચ મોદક અથવા લાડુ મુકો.
- ત્યારબાદ એક નાનકડી લાકડી લઈને તેના છેડે એક નાનકડી પોટલી બાંધો આ પોટલીમાં ઘઉ, ચણાની દાળ, ચોખા, સોપારી અને સુકામેવા અને થોડા સિક્કા નાખીને બાંધી દો. એવુ કહેવાય છે કે ગણેશજી તેમના ઘરે જઈ રહ્યા છે તો માર્ગમાં તેમને જરૂર પડી શકે છે. તેથી આવુ કરવુ જોઈએ.
- નદી કે તળાવમાં તેમનુ વિસર્જન કરતા પહેલા તેમની આરતી ઉતારો
- ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરો અને તમારી ઈચ્છા બતાવો અને 10 દિવસ દરમિયાન કંઈક ભૂલચૂક થઈ હોય તો તે માટે માફી માંગો
- ત્યારબાદ એક એક કરીને ગણેશજીની બધી વસ્તુઓ પાણીમાં વિસર્જીત કરો.
- જો તમે માટીની મૂર્તિ લાવ્યા છો તો તેમનુ પણ ઘરમાં આ જ રીતે વિસર્જન કરો.  ઘર બહાર એક મોટી ડોલ કે પાણીની કોઠીમાં આ જ રીતે ગણેશજીનુ વિસર્જન કરો ત્યારબાદ પાણી બગીચામાં રેડી દો.
 
વિસર્જન દરમિયાન ન કરશો આ ભૂલ
- વિસર્જન કરતી વખતે કોઈપણ વસ્તુ ભલે તે કિમતી કેમ ન હોય તેને ગણપતિથી અલગ ન કરશો. ઘરે આવીને ગણપતિ જ્યા સ્થાપિત કર્યા હતા એ સ્થાનને નમન કરો 

વધુ જુઓ..

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

સવારે ખાલી પેટ ગોળ અને સેકેલા ચણા ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદા

ગુજરાતી રેસીપી- મૂંગદાળના દહીંવડા

Spring Roll- પરફેક્ટ માર્કેટ-સ્ટાઈલ સ્પ્રિંગ રોલ માટે ટિપ્સ

વધુ જુઓ..

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

રક્ષાબંધન 2026 AI ફોટો પ્રોમ્પ્ટ: Geminiથી ભાઈ-બહેનની રિયલિસ્ટિક તસવીર બનાવવાની સરળ રીત

રક્ષાબંધન શુભ મુહૂર્ત 2026: જો તમને સવારે સમય ન મળે, તો શું તમે બપોરે કે સાંજે રાખડી બાંધી શકો છો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments