Biodata Maker
✕

બ્યુટી પાર્લર જઈ રહી હતી પત્ની, પતિએ બિલ્ડિંગ બહાર રસ્તા પર જ ગળુ કાપી કરી હત્યા

Updated: બુધવાર, 30 સપ્ટેમ્બર 2026 (11:23 IST)
વલસાડ જીલ્લાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહી એક પતિએ દિવસે જ ચપ્પુ મારીને પત્નીની હત્યા કરી નાખી. ઘટનાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો અને લોકોએ આરોપી પતિને પકડી લીધો તેમજ પોલીસને હવાલે કરી દીધો. 
ALSO READ: નોકરીનું વચન આપી મહિલાને બેભાન કરી બળાત્કારનો આરોપ, વીડિયો વાયરલ કરવાની ધમકી

શું છે આખો મામલો?

વલસાડ જિલ્લાના વાપીના છરવાડામાં એક સનસનાટીભરી ઘટના બની છે, જ્યાં એક પતિએ ધોળા દિવસે છરી વડે ગળું કાપીને પત્નીની હત્યા કરી હતી. વાપીના છરવાડામાં સાંઈ સંસ્કાર બિલ્ડીંગની બહાર પતિએ આ અપરાધ કર્યો હતો.
 
મૃતક પત્ની બ્યુટી પાર્લર ચલાવતી હતી. ઘટના સમયે તે પાર્લર જઈ રહી હતી. મહિલા 32 વર્ષની હતી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર, છરવાડામાં સાંઈ સંસ્કાર બિલ્ડીંગમાં રહેતી સીમા (32 વર્ષ) ના લગ્ન પરેશ કંટારિયા સાથે થયા હતા. તેમને એક બાળક છે. જોકે, આ દંપતી ઘણીવાર ઝઘડતું રહેતું હતું અને છેલ્લા ચાર વર્ષથી સીમા તેના પુત્ર સાથે અલગ રહેતી હતી અને બ્યુટી પાર્લર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતી હતી.
 
મંગળવારે સીમા બ્યુટી પાર્લર જવા માટે રાબેતા મુજબ ઘરેથી નીકળી ગઈ હતી. તે બિલ્ડિંગ પર પહોંચતાની સાથે જ તેનો આરોપી પતિ પરેશ અચાનક દેખાયો. સીમા કંઈ સમજે કે પોતાને બચાવે તે પહેલાં, પરેશે છરી વડે તેનું ગળું કાપી નાખ્યું. વધુ પડતા લોહી વહેવાને કારણે સીમાનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયું.
 
આ ઘટનાને દિવસે સ્થાનિક રહેવાસીઓએ જોઈને તાત્કાલિક પોલીસને જાણ કરી. ડુંગરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એન. ગોહિલ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા, પંચનામું કર્યું અને આરોપી પતિની ધરપકડ કરી.

ALSO READ: તારા ચક્કરમાં ભાઈની હત્યા થઈ અને તૂ પૂજાનુ નાટક કરી રહી છે, આટલુ કહીને પતિએ પહેલા પત્ની અને પછી 2 પંડિતોની ગોળી મારીને કરી હત્યા
 
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પતિએ અગાઉ પણ તેની પત્ની પર હત્યાના ઇરાદાથી હુમલો કર્યો હતો, જેના માટે તેને જેલની સજા ફટકારવામાં આવી હતી. ડુંગરા પોલીસ આ કેસમાં કાનૂની કાર્યવાહી કરી રહી છે. 

વધુ જુઓ..

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

હાઈ બ્લડ પ્રેશરવાળાના ઘરમાં જરૂર હોવી જોઈએ આ 6 વસ્તુઓ, બીપી કંટ્રોલ કરવામાં મળશે મદદ

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments