Daily Horoscope
✕

અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં ટિમ સાઉદીનુ કીર્તિમાન કર્યુ ધ્વસ્ત

Updated: સોમવાર, 12 ઑક્ટોબર 2026 (11:46 IST)
ઇન્દોરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની શાનદાર જીત ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ માટે પણ ખાસ હતી. ભારતની જીતમાં અર્શદીપે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. આનાથી તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની બીજી ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર બની ગયો છે. ડાબોડી ઝડપી બોલર અર્શદીપ પાસે હવે 84 વિકેટ છે. તેણે આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરીને ન્યૂઝીલેન્ડના શક્તિશાળી બોલર ટિમ સાઉથીનો રેકોર્ડ તોડ્યો.
 
ALSO READ: IND vs WI: ભારતનું ત્રીજી T20Iમાં શાનદાર કમબેક, વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવીને શ્રેણીમાં લીડ મેળવી
અર્શદીપની ધારદાર બેટિંગને કારણે ભારત ત્રીજી T20I મુકાબલામાં વેસ્ટઈંડિઝને 14 રનથી હરાવ્યુ. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 223 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટઈંડિઝની ટીમ 20 ઓવરમાં 209 રન જ બનાવી શકી. હેટમાયરે 43 રનની રમત રમી. પણ તે પોતાની ટીમને જીત સુધી પહોચાડી શક્યો નહી. અર્શદીપે 44 રન આપીને ત્રણ વિકેટ ઝટકી. આ શાનદાર પ્રદર્શન માટે તેણે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. 
 
T20I ક્રિકેટમાં બીજા દાવમાં સૌથી વધુ વિકેટ ચટકાવનારા ઝડપી બોલર 
 
અર્શદીપ સિંહ  - 84
ટિમ સાઉદી - 82
જસપ્રીત બુમરાહ - 72
મુસ્તફિઝુર રહેમાન  - 69
 

અભિષેકની તોફાની રમતે ભારતને સંભાળ્યુ 

 
ભારતને છેવટે વેસ્ટઈંડિઝ વિરુદ્ધ વર્તમાન પ્રવાસ પર છઠ્ઠા પ્રયત્ન પર પહેલીવાર મોટો સ્કોર બચાવવામાં સફળતા મળી. અગાઉ કેટલાક મુકાબલા  મોટુ લક્ષ્ય પણ સુરક્ષિત રહ્યુ નહોતુ. આવામાં ઈન્દોરમાં 223 રનનો સ્કોર પણ સહેલો નહોતો લાગતો પણ પિચ પર ઓછા ઉછાળને કારણે બેટ્સમેનો માટે શોટ રમવા પડકારરૂપ હતા અને અભિષેક શર્માની રમત ભારત માટે નિર્ણાયક સાબિત થઈ.   

ALSO READ: 69 રન બનાવનારા અભિષેક શર્માને ન મળ્યો POTM એવોર્ડ, ત્રીજી ટી20 માં બોલરોએ મારી બાજી
 
અભિષેકે માત્ર 30 બોલમાં 69 રન ફટકાર્યા. તેની આક્રમક બેટિંગથી ભારતને મજબૂત શરૂઆત મળી અને ટીમને સ્પર્ધાત્મક સ્કોર સુધી પહોંચાડી. ઈશાન કિશને પણ 37 રનનું યોગદાન આપ્યું. જોકે, અભિષેકના આઉટ થયા પછી, ભારતીય ઇનિંગ્સ ધીમી પડી ગઈ. ટીમે 8.1 ઓવરમાં એક વિકેટે 115 રન બનાવ્યા હતા, પરંતુ પછી 135 રન સુધી પહોંચતા પહેલા પાંચ વિકેટ ગુમાવી દીધી. ભારત મોટો સ્કોર બનાવવાની તકનો લાભ લેવામાં નિષ્ફળ ગયું અને 223 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
 

બોલરોએ અંતિમ ઓવરોમાં મેચ પલટી નાખી

લક્ષ્યનો પીછો કરતા, વેસ્ટ ઈન્ડિઝની ટીમે પણ રન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય બોલરો નિયમિત અંતરાલે વિકેટ લેતા રહ્યા. અર્શદીપે ડેથ ઓવરોમાં નવા બોલથી શાઈ હોપને વહેલા આઉટ કરીને ભારતને મહત્વપૂર્ણ સફળતા અપાવી. ત્યારબાદ, ભારતીય બોલરોએ એવી રણનીતિ અપનાવી જેનાથી કેરેબિયન ટીમ લક્ષ્યની નજીક આવી હોવા છતાં નિયંત્રણ મેળવી શકી નહીં.
 
રાંચીમાં મોંઘા સ્પેલ પછી પાછા ફરેલા અક્ષર પટેલે મધ્ય ઓવરોમાં રન રેટને નિયંત્રણમાં રાખ્યો. પાર્ટ-ટાઇમ બોલરો નમન ધીર અને નીતિશ કુમાર રેડ્ડીએ પણ પોતાની ફરજ બજાવી. અંતિમ ઓવરોમાં, અર્શદીપ અને પ્રિન્સ યાદવે સચોટ યોર્કર ફેંકીને વેસ્ટ ઇન્ડીઝની આશાઓનો અંત લાવ્યો. આમ, ટીમ 14 રનથી જીતી ગઈ.
 

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

આગળનો લેખ
Show comments