Daily Horoscope
✕

IPL 2023: CSK એ ધમાકાદેર અંદાજમાં RCB કો આપી માત,જાણો છેલ્લી ઓવરનો રોમાંચ

Updated: મંગળવાર, 18 એપ્રિલ 2023 (00:26 IST)
CSk vs RCB : IPL 2023  ચેન્નાઈ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચે 24મી મેચ  રમાઈ હતી. આ મેચમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે બિલકુલ ખોટો સાબિત થયો હતો. ચેન્નઈના બેટ્સમેનોએ શાનદાર રમત દેખાડી અને RCBને જીતવા માટે 228 રનનો ટાર્ગેટ આપ્યો, જે RCBની ટીમ કરી શકી નહીં અને 8 રનથી મેચ હારી ગઈ. CSK માટે ઘણા ખેલાડીઓએ શાનદાર રમત બતાવી.
 
આરસીબીનો  થયો પરાજય
આરસીબીનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મેચમાં કંઈ ખાસ બતાવી શક્યો નહોતો અને માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે જ સમયે, મહિપાલ લોમરોર પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો, પરંતુ 2 વિકેટ પડી ગયા બાદ આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે શાનદાર બેટિંગ કરી હતી.  બંને બેટ્સમેનોએ આખા મેદાન પર સ્ટ્રોક ફટકાર્યા હતા. ડુ પ્લેસિસે 62 રન બનાવ્યા હતા. તે જ સમયે, મેક્સવેલ 76 રન બનાવીને આઉટ થયો હતો. આ બંને ખેલાડીઓના આઉટ થયા બાદ આરસીબીની બેટિંગ પત્તાની જેમ વેરવિખેર થઈ ગઈ હતી અને ત્યારપછીના બેટ્સમેનો મોટી ઈનિંગ્સ રમી શક્યા ન હતા. દિનેશ કાર્તિકે ચોક્કસપણે 28 રન બનાવ્યા હતા. સુયશ પ્રભુદેસાઈએ 19 રનનું યોગદાન આપ્યું હતું. શાહબાઝ અહેમદ માત્ર 12 રન જ બનાવી શક્યો હતો.
 
ચેન્નઈ સુપર કિંગ્સના તુષાર દેશપાંડેએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આકાશ સિંહે વિરાટ કોહલીની મોટી વિકેટ લીધી. મતિષા પથિરાનાએ 2 વિકેટ પોતાના નામે કરી હતી. આ સાથે જ મોઈન અલીને એક વિકેટ મળી હતી.


\\\
છેલ્લી ઓવરની શાનદાર બોલિંગ
આરસીબીની ટીમને છેલ્લી ઓવરમાં 18 રનની જરૂર હતી. ત્યારબાદ CSK તરફથી કેપ્ટન એમએસ ધોનીએ બોલ મતિષા પથિરાનાને આપ્યો. તેણે સારી બોલિંગ કરી. તેણે ઓવરમાં 10 રન આપ્યા અને છેલ્લા બોલે સુયશ પ્રભુદેસાઈની વિકેટ પણ લીધી.
 

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

આગળનો લેખ
Show comments